ગેરરીતિઓ આવી છે કાબૂમાં:એક મગના બે ફાડા જેવા CGST- SGSTમાં DIN અંગે વિસંગતતાઓ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટ્રલ જીએસટીમાં ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબરથી બ્રેક લાગી
  • ફાઇલો ગુમ થવી, આડેધડ સમન્સ, ગેરરીતિઓ આવી છે કાબૂમાં

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણ બાદ અનેક તૃટીઓને કારણે એક મગના બે ફાડા સમાન સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીમાં હજુપણ અસમાનતાઓ જોવા મળી રહી છે. સેન્ટ્રલ જીએસટીમાં ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (ડીઆઇએન) ફરજીયાત બનાવવામાં આવ્યો છે.

સીજીએસટીના કર્મચારી અથવા અધિકારીએ કોઇપણ કેસ, તપાસ, ફાઇલ, સમન્સ સહિતની કામગીરી કરવી હોય તો કોમ્પ્યુટરમાં સંબંધિત ફાઇલનો ડીઆઇએન નાંખવો જરૂરી બને છે, ત્યાં સુધી ફાઇલમાં કામગીરી આગળ ધપી શક્તી નથી. સીજીએસટીના કર્મચારીઓ, અધિકારીઓ સંબંધિત ફાઇલ અંગે ડીઆઇએન નાંખ્યા પછી જ કામગીરી કરી શકે છે. તેથી પોર્ટલમાં તમામ પત્ર વ્યવહાર, સમન્સ, સર્ચ, તપાસ, એસેસમેન્ટ, સહિતની તમામ બાબતોમાં પારદર્શિતા લાવવામાં સરકાર અને તંત્રને સફળતા હાથ લાગી છે.

ડીઆઇએનને કારણે અનેક પ્રકારની ગેરરીતિઓ પર બ્રેક લગાવવામાં સફળતા મળી છે. બીજી તરફ સ્ટેટ જીએસટીમાં ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન (ડીઆઇએન) જેવી કોઇ પધ્ધતિ નથી. એસજીએસટીમાં ડીઆઇએન નહીં હોવાને કારણે ભૂતકાળમાં ફાઇલ ગૂમ થવાના, બિનસત્તાવાર સમન્સ પાઠવી કરદાતાની હેરાનગતિ, પુછપરછ સહિતની બાબતોની આડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યા હોવાની બાબતે કર્મચારીઓ-અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...