તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:રસીકરણમાં નિરૂત્સાહ, સ્લોટનાં 50%થી ઓછું રજીસ્ટ્રેશન

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રસીકરણ ત્રીજી લહેરમાં પોતાને અને પરિવારને સુરક્ષિત રાખવાનો શ્રેષ્ઠ રસ્તો

રાજ્યભરમાં અત્યારે 18 થી 44 વર્ષ નાં લોકોનું રસીકરણ રંગેચંગે થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લામાં પણ આ રસીકરણ શરૂ છે ત્યારે યુવાનો નો જોઈએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી. રોજિંદા નક્કી કરેલા સ્લોટ નાં 50 ટકા સ્લોટ પણ માંડ પૂરા થઈ રહ્યા છે. આવા પ્રતિસાદ ને લઈને ભાવનગર શહેરનું આરોગ્ય તંત્ર પણ ચિંતામાં છે.

ભાવનગર માં શનિવારે જ 1735 લોકોએ એટલેકે સ્લોટ નાં 43.37 ટકા લોકોએ રસીકરણ કરાવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા રોજિંદા 20 જગ્યાઓ પર કુલ 4000 જેટલા વેક્સિન નાં સ્લોટ આપવામાં આવે છે. 18 થી 44 વર્ષના લોકોનો રસીકરણ ને લઈને ખૂબ નિરુત્સાહી જોવા મળી રહ્યા છે.

ભાવનગર શહેરમાં બુધવારે 1853 લોકોનું એટલેકે 46.25 ટકા, ગુરુવારે 1900 લોકોનું એટલેકે 47.5 ટકા અને શુક્રવારે 2294 લોકો એટલેકે 57.1 ટકા લોકોનું રસીકરણ થયું છે. જેની સરેરાશ 50 ટકાથી પણ ઓછી છે. આ પરિસ્થતિમાં દરેક વ્યક્તિએ કોરોનાથી રક્ષિત થવા માટે રસી લેવી જોઈએ.

કોરોનાથી રક્ષિત થવા રસીકરણ
  • 45 વર્ષ થી વધુ વય નાં લોકો
પ્રથમ ડોઝ : 91,869
દ્વિતીય ડોઝ : 43,157
  • હેલ્થ કેર વર્કર :
પ્રથમ ડોઝ : 13,484
દ્વિતીય ડોઝ : 9,391
  • ફ્રન્ટ લાઈન વર્કર :
પ્રથમ ડોઝ : 29,539
દ્વિતીય ડોઝ : 14,739
  • 18 થી 44 વર્ષના લોકો
પ્રથમ ડોઝ : 53,705

​​​​​​​

મ. ન.પા દ્વારા સોસાયટીમાં ઘેર ઘેર જઈને જાગૃતિનાં પ્રયત્નો
મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘણા ગામડાઓમાં ઓછો પ્રતિસાદ છે. ભાવનગર બી.એમ.સી. અંતર્ગત નાં ગામડાઓમાં તો રાત્રે 9 વાગ્યા સુધી સેન્ટર શરૂ રાખીને પ્રયત્નો થયા હતા. પરંતુ એક વાઈલ તોડ્યા પછી તેના તમામ ડોઝ 4 કલાક માં વાપરી નાખવા પડે માટે આ સેન્ટરો બંધ કરવામાં આવ્યા. હેલ્થ વિભાગ દ્વારા સર.ટી. માં પૂછપરછ કરી આરોગ્ય કર્મી અને પરિવાર જનોએ સંપૂર્ણ રસીકરણ થાય, કેટલાક નામાંકિત લોકો આગળ આવે, સોસાયટી માં જઈને લોકોને સમજાવીએ તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. - એમ.એ. ગાંધી, કમિશનર

18 થી 44 વર્ષ નાં લોકોએ રસીકરણ કેમ કરવું જોઈએ
ભવિષ્યમાં જો ત્રીજી લહેર આવે તો પોતાને સંક્રમણ થી સુરક્ષિત કરવા રસી લેવી જોઈએ. À ત્રીજી લહેરમાં માતા - પિતા, મોટા ભાઈ બહેન વગેરે નાં રસીકરણ થી બાળકો માટે રીંગ ઈન્મ્યુનીટી સર્જાય છે અને બાળકોમાં ખૂબ વધારે સંક્રમણ થતું અટકાવી શકાય છે. પ્રથમ લહેરની સરખામીએ બીજી લહેર ઘણી ઘાતક રહી અને 20 વર્ષથી ઉપરના લોકોને પણ ખૂબ અસર થયો છે. માટે જો હવેની પરિસ્થતિ વધુ ઘાતક થાય તો બચી શકાય.

અન્ય સમાચારો પણ છે...