એજ્યુકેશન:ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ પર જાહેર

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચારેય વિષયની આન્સર કી જાહેર કરાઇ
  • જો કોઇ પ્રશ્ન હોય તો તા.17 ઓગસ્ટ સુધી માત્ર ઇ-મેઇલ દ્વારા જ રજુઆત કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.6 ઓગસ્ટના રોજ લેવાયેલી ગુજકેટ કસોટીના ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રશ્નપત્રના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવી છે.

આન્સર કી અંગે કોઇ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ પર મુકેલા નિયત નમૂનામાં વિષયવાર અને પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત Email ID gsebsciencekeys@gmail.com પર તા.17 ઓગસ્ટને સાંજે 5 વાગ્યા સુધીમાં કરવાની રહેશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે. ત્યાર બાદની રજૂઆતો ધ્યાને લેવાશે નહી. રજૂઆત ફક્ત ઇ-મેઇલ મારફત જ સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ રૂન.500 ચલણથી ભરવાના રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ પર મુકાયો છે. ચલણ સિવાયની રજૂઆતો ગ્રાહ્ય રખાશે નહી. જે પ્રશ્નની રજૂઆત કરી હશે તે સાચી ઠરશે તો પ્રશ્નની ફી ઉમેદવારને પરત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...