તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનસ્પતિ પ્રચલિત બની:ગળોના અવિચારી ઉપયોગથી લિવરના રોગોને સીધુ આમંત્રણ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબિટીસની દવા તરીકે ગળોનું વધુ પડતુ સેવન કરવાથી ગ્લુકોઝના પ્રમાણમા ખૂબ ઘટાડો કરે છે તે હાનિકારક

ભારતમાં દેશી ઉપચાર માટે જુદી-જુદી ઘણી વનસ્પતિઓનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લાં સવા વર્ષથી કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દેશભરમાં ગળો(ગિલોય કે અમૃતા પણ કહેવાય છે) વનસ્પતિ ખૂબ પ્રચલિત બની છે. ગળોમાં વિટામિન-C, કેલિશ્યમ, આર્યન અને અન્ય ખનીજ તત્વો રહેલા છે. સામાન્ય રીતે ડાયાબીટીસ અને અન્ય રોગો સામે રક્ષણ મેળવવા વપરાય છે. ઈમ્યુનિટી વધારનાર ઔષધ છે. પણ આ સમયગાળામાં કોઇ નિષ્ણાત વૈદ્યની સલાહ વગર અને દેખાદેખીમાં ગળોના સતત ઉપયોગથી ફાયદાને બદલે નુકશાન થાય છે.

વૈદ્યરાજો વ્યક્તિની પિત્ત, કફ કે વાત પ્રકૃતિ મુજબ ગળોનો ઉપયોગ દવા તરીકે કરે છે. કોરોના કાળમાં સોશિયલ મીડિયામાં વિવિધ સ્તરે કરવામાં આવતી જાહેરાતો અને દેખાદેખીથી લોકો ઈમ્યુનિટી વધારવા બેફામ રીતે ગળોનો ઉપયોગ કર્યો છે. હાલના સંશોધનો મુજબ ગળોનો વધુ પડતો ઉપયોગ ‘લીવર’ને નુક્શાન કરે છે ઉપરાંત કબજિયાત કરે છે. ડાયાબિટીસની દવા તરીકે ગળોનું વધુ પડતું સેવન કરવાથી ગ્લુકોઝના પ્રમાણમા ખૂબ ઘટાડો કરે છે. ડો. ભરત પંડિત(નિવૃત પ્રોફેસર ભાવનગર યુનિવર્સિટી) જણાવે છે કે ગળોનો ઉપયોગ માત્ર અને માત્ર જાણીતા વેદ્યરાજ કે આયુર્વેદિક ડોક્ટરની સલાહથી જ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...