તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહાલી:યુનિ.માં ડિપ્લોમા કોર્સ વાર્ષિકમાંથી સેમેસ્ટર પ્રથામાં બહાલી અપાઇ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાશાખાઓમાં 3 અને 4 સેમેસ્ટરના અભ્યાસક્રમોને એકેડેમિક કાઉન્સિલની બહાલી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં બીપીજીટીઆરની નોંધ મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2020- 21થી ક્રમશઃ અમલી બને તે રીતે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને મેનેજમેન્ટ વિદ્યાશાખા અંતર્ગત સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ત્રીજા અને ચોથા સેમેસ્ટરના અભ્યાસક્રમોને બહાલી આપવામાં આવી હતી. ડિપ્લોમા અને પીજી ડિપ્લોમા અભ્યાસક્રમોમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, શિક્ષણ, તબીબી અને કાયદા વિદ્યાશાખાના અંતર્ગત ડિપ્લોમા અભ્યાસક્રમો વાર્ષિક પ્રથામાંથી સેમેસ્ટર પ્રથામાં બદલવા અંગે કુલપતિ દ્વારા કરવામાં આવેલા ઠરાવને બહાલી આપવામાં આવી હતી.

આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રાશ્નિક/ પરીક્ષકો નિયુક્તિને બહાલી આપવામાં આવી હતી. પીએચડી નિયમ મુજબ રેફરીના નામો મંજૂર કરવાના કાર્યને પણ મંજૂર કરાયું હતું તેમજ બીએપીએસ દ્વારા સ્નાતક કક્ષાએ સોફ્ટ સ્કિલ/ ફાઉન્ડેશન વિષય તરીકે સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરવા અંગે તેમજ એનસીસી જનરલ ઈલેક્ટ્રીક વિષય ગણવા અંગે કમિટીને નિયુક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...