ભાંડો ફુટ્યો:સર્વેના ડિંડકનો ભાંડો ફુટ્યો : અંતે સર્વેયરોએ ગાર્બેજ ફ્રીનો સર્વે કર્યો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ પોતાની બેદરકારી છુપાવવા કરી હતી કામગીરી
  • મધ્યપ્રદેશથી આવેલી ટીમ હોટલમાં જલસા કરતી હતી અને તેનો મોબાઇલ લઈ કોર્પોરેશનના કર્મચારીઓ સર્વે કરતા હતા

ગાર્બેજ ફ્રી સીટીના સર્વે માટે ભાવનગર ખાતે આવેલી મધ્યપ્રદેશની સર્વેની ટીમે કરવાની કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર અને એન્જીનીયરો દ્વારા છેલ્લા બે દિવસથી કરાતા ભાંડો ફૂટી ગયો હતો. અંતે આજે સર્વેની ટીમ દ્વારા જ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી ફીડબેક સહિતની કામગીરી કરી હતી.

છેલ્લા ત્રણ દિવસથી ભાવનગર ખાતે આવેલી મધ્યપ્રદેશની સર્વેની ટીમને બદલે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર અને એન્જિનિયર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાયેલી હતી. મધ્ય પ્રદેશથી આવેલા સર્વેયરોના મોબાઇલ લઇ સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના સેનેટરી ઈન્સ્પેકટરો અને એન્જીનીયરો સ્વચ્છતાના ફોટા અને ફિડબેક સર્વેની સાઈટ પર અપલોડ કરી સર્વેનું ડિંડક ચલાવી રહ્યા હતા.

દિવ્યભાસ્કર સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ગાર્બેજ ફ્રી સીટીના સર્વેનું ડિંડકને ખુલ્લુ પડાતા આજે સવારથી જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કર્મચારીઓ સર્વેની ટીમ થી દૂર હટી ગયા હતા અને મધ્યપ્રદેશથી સર્વેની આવેલી ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી સફાઈ અંગેની જુદી જુદી કેટેગરી પ્રમાણેની કામગીરી અને લોકોના ફીડબેક મેળવ્યા હતા. જોકે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરી ઇન્સપેક્ટર સહીતના તંત્રની બેદરકારી છુપાવવા સર્વે કરતા હોવા છતાં સર્વયરો ભાવનગર આવ્યા જ નહી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા.

સ્વચ્છતા સર્વેક્ષણ અને ગાર્બેજ ફ્રી સીટી માટેની સર્વેની જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હોય તેના સર્વેયરો ક્યા વિસ્તારમાં સર્વે કરી રહ્યા છે તેની પણ સ્થાનિક કક્ષાએ તંત્રને જાણ કરવામાં આવતી નથી પરંતુ ગાર્બેજ ફ્રી સીટી માટે આવેલા સર્વેયરો સાથે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સાંઠગાંઠ કરી માત્ર રેકોર્ડ પર સર્વે દેખાડવા કામગીરી કરી હોવાનો રોષ પણ પ્રજાજનોમાં ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...