સમસ્યા:વાહન પાસિંગ ઇન્સ્પેક્શન બાદ ઓનલાઇનમાં મુશ્કેલી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન પાસિંગ મેમો જનરેટ થતા નથી
  • અરજદારોને ભોગવવી પડી રહેલી યાતના

ભાવનગરની આરટીઓ કચેરીમાં ઓનલાઈન મેમો જનરેટ નહીં થતા હોવાનું અને તેને કારણે વાહનધારકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોવાની ફરિયાદો બાદ તંત્ર દ્વારા કોઈ પગલા નહીં લેવાતા ભારે રોષ વ્યાપેલ છે. અને કાયદેસરના કામ કરવા માટે પણ ભ્રષ્ટાચારનો હેતુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર આરટીઓમાં કર્મચારીઓના મનસ્વી વર્તનને કારણે વાહનોના પાસિંગ ઇન્સપેકશન થઇ ગયા બાદ પણ ઓનલાઇન પાસિંગ મેમો જનરેટ કરવામાં આવતા નહીં હોવાને કારણે અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નવા વાહન પાસિંગ, રી-પાસિંગ માટે આરટીઓમાં લાવવામાં આવે છે. આરટીઓની કામગીરીનું કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યા બાદ પણ અરજદારોને તકલીફોનો સામનો કરવો પડે છે. વાહન પાસિંગ, ઇન્સપેક્શનની પ્રક્રિયાઓ મેન્યુઅલી પૂર્ણ થઇ જાય છે, પરંતુ તેના પાસિંગ મેમો અને અન્ય કામગીરી ઓનલાઇન કરવાની હોય છે, અને તેમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલા સતત વિલંબને કારણે અરજદારોને વિના કારણે યાતનાઓ ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...