મુશ્કેલી:બોર્ડની પરીક્ષા ફોર્મ ભરવામાં સર્વર ડાઉન થતા મુશ્કેલી

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફોર્મ માત્ર ઓનલાઇન જ સ્વીકારાય છે
  • સર્વર ડાઉન થવાની સમસ્યા યથાવત્ રહેશે તો ફોર્મ ભરવાની મુદત વધારવા માટેની ફરજ પડશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં આગામી માર્ચ-2023માં લેવાનારી ધો.10 અને ધો.12ના બન્ને પ્રવાહની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે ત્યારે આજે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની કાર્યવાહીમાં સર્વર ડાઉન થવાના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી હોવાનું બહાર આવ્યું હતું. ફોર્મ માત્ર ઓનલાઇન જ સ્વીકારાતા હોવાથી વિદ્યાર્થીઓને અને શાળાઓને મુશ્કેલી નડી રહી છે. જો આવી જ સ્થિતિ રહેશે તો ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવી પડશે.

માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘે કહ્યું કે, ગુજરાત બોર્ડમાં રજૂઆત પછી પણ સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી. જેના પગલે વહીવટી કર્મચારી મંડળ દ્વારા ફરી વાર શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરવા માટેની વિચારણા હાથ ધરાઈ છે.

ધોરણ 10-12ની પરીક્ષા માટેનાં ફોર્મ ભરવાની કાર્યવાહી ડિસેમ્બરના મધ્ય સુધીમાં પૂર્ણ કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ જો સર્વર ડાઉન થવાની સમસ્યા યથાવત્ રહેશે તો ફોર્મ ભરવા માટેની અંતિમ મુદત વધારવા માટેની ફરજ પડશે અને લેટ ફી સાથે ફોર્મનો સ્વીકાર કરવાનું નક્કી કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓઓમાં ભારોભાર રોષ ફેલાવાની શક્યતા છે. જો આ પ્રશ્ન સત્વરે નહિ ઉકલે તો ફોર્મ ભરવાની અંતિમ તારીખ વધારવી પડે તેવી સ્થિતિ સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...