ચોમાસાનું ઓડિટ:આ વર્ષે 3 તાલુકામાં ચોમાસાનો અલગ અલગ મિજાજ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોહિલવાડ પંથકમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહે 22 ટકા વધુ વરસાદ
  • મહુવામાં 605 મી.મી.સાથે શ્રેષ્ઠ, ભાવનગરમાં 400 મી.મી. સાથે મધ્યમ અને ઘોઘામાં 200 મી.મી. સાથે ચોમાસુ નબળું

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે અષાઢ બાદ શ્રાવણમાં પણ મેઘરાજા મહેરબાન રહેતા ગત વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહે કુલ એવરેજ વરસાદ 206 મી.મી. થયો હતો તે આ વર્ષે 7 ઓગસ્ટની સવાર સુધીમાં સરેરાશ 345 મી.મી. થયો છે. એટલે કે ગત વર્ષથી આ વર્ષે ભાવનગરમાં 139 મી.મી. વધુ વરસાદ વરસી ગયો છે.

ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ભાવનગરમાં ગત વર્ષે ઓગષ્ટના પ્રથમ સપ્તાહના અંતે એવરેજ વરસાદ 34.40 ટકા વરસાદ થયેલો તે આ વર્ષે 56.09 ટકા થઇ ગયો છે. એક સૌથી નોંધપાત્ બાબત એ છે કે આ વર્ષે એક જ ભાવનગર જિલ્લામાં ચોમાસાના વરસાદના ત્રણ અલગ અલગ ચહેરા જોવા મળ્યા છે. જેમાં મહુવામાં 605 મી.મી. સાથે સૌથી શ્રેષ્ઠ વરસાદ વરસ્યો છે જ્યારે ભાવનગરમાં 400 મી.મી .સાથે એવરેજ મધ્યમ કક્ષાએ વરસાદ વરસ્યો છે તો ઘોઘામાં માત્ર 200 મી.મી. જ વરસાદ વરસતા ચોમાસુ હજી નબળું રહ્યું છે.

વળી આ ત્રણેય જિલ્લા પાસપાસમાં જ આવેલા હોવા છતાં વરસાદમાં 200-200 મી.મી.નો નોંધપાત્ર તફાવત છે. ભાવનગર શહેરમાં ગત વર્ષે 7 ઓગસ્ટ સુધીમાં 265 મી.મી. વરસાદ થયેલો તે આ વર્ષે વધીને 400 મી.મી. થઇ ગયો છે. એટલે કે ગત વર્ષની તુલનામાં શહેરમાં 145 મી.મી. વધુ વરસાદ વરસી ગયો છે. આ વર્ષે ખાસ તો મેઘરાજા મહુવા પર મહેરબાન રહ્યાં છે. મહુવામાં ગત વર્ષે વરસાદ માતર 253 મી.મી. હતો તે આ વર્ષે 605 મી.મી. થઇ ગયો છે. એટલે કે આ વર્ષે 352 મી.મી. વધુ વરસાદ વરસી ગયો છે. મહુવામાં સિઝનનો કુલ વરસાદ 93.51 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...