કાર્યવાહી:બીયુ અને ફાયર માટે હિરાનું કારખાનું અને હોટેલ સીલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિરાના કારખાનાને સીલ ના માર્યા મુદત આપી પરત, રાજકીય દબાણ
  • હોટેલ સન સાઇને 1 વર્ષ પહેલા ફાયર NOC માટે 30 દિવસના બોન્ડ કરેલા અંતે સીલ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમીશન સાથે આજથી ફાયર એન.ઓ.સી. ના હોય તેને પણ સીલ મારવાનું શરૂ કર્યુ છે. આજે એક હિરાનું કારખાનું અને એક હોટેલને સીલ મારવામાં આવ્યુ છે. કોર્પોરેશનના ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે ભાવના સોસાયટીમાં પ્લોટ નં.1/B માં આવેલ ડિસન્ટ સ્ટાર હિરાના કારખાનાના બિલ્ડીંગ માટે બીયુ પરમીશન લીધુ નહીં હોવાથી આજે તેના એક યુનિટને સીલ માર્યુ હતું.

જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા હોટલ સન સાઈનમાં ફાયર સેફ્ટીના સાધનો અને એન.ઓ.સી.લીધુ નહીં હોવાથી 23 રૂમ અને બે ઓફિસને સીલ માર્યા હતાં. હોટલ સન સાઇનને ફાયર સેફ્ટી નહીં હોવાથી ગત 1લી ડિસેમ્બર 2020ના રોજ સીલની કાર્યવાહી કરવા જતાં તત્કાલીન સમયે સન સાઇને 30 દિવસમાં ફાયર એન.ઓ.સી. મેળવવાના બોન્ડ પણ કરી આપ્યા હતાં, એક વર્ષ થયું છતાં હજુ ફાયર એન.ઓ.સી. નહીં મેળવતા આજે ફાયર બ્રિગેડે સીલ માર્યા હતાં.

જ્યારે બીયુ પરમીશન નહીં હોવાથી એક અગ્રગણ્ય હિરાના કારખાનાને સીલ મારવા જતાં રાજકીય દબાણને કારણે સીલ નહીં મારી એક દિવસની મુદત આપી પરત ફર્યા હતાં. જોકે, એક દિવસમાં આખે અાખુ મસ મોટુ હિરાનું કારખાનું રેગ્યુલર થઈ જાય તે અશક્ય છે. જેથી તંત્રને પણ તટસ્થ કામગીરી કેમ કરવી તે માટે મુંજવણ છે.

અન્ય સમાચારો પણ છે...