તળાજાના દિહોર ગામે ખેતી અને ઢોલ વગાડવાનું કામ કરીને ગુજરાન ચલાવતા યુવકને રસ્તામાં ઉભો રાખી, લોખંડના પાઇપ ફટકારી, ઢીકાપાટુનો મારમારી, જ્ઞાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેની ફરિયાદ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા દિલીપભાઇ રામજીભાઇ ચૌહાણ પોતાના ઘરેથી ચૂડી ગામે પોતાનું બાઇક લઇને ઢોલ વગાડવા જતો હતો તે વેળાએ આરોપી વિશાલ પનોતે રસ્તામાં ઉભા રાખી તે કોને મત આપ્યો છે તેવું પૂછી.
તેના જવાબમાં મત કોને આપ્યો છે તેવું નહીં જણાવતા વિશાલે કહ્યું મેં સારામાં સારા માણસોને માર્યા છે અને પોલીસથી નહીં ડરતો હોવાનું કહી ગાળો આપી, જમણા પગના સાથળ ઉપર લોખંડના પાઇપ ફટકારી મૂંઢમાર મારી ઇજા પહોંચાડી હતી તથા જ્ઞાતી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. પોલીસે વિશાલ વિરુદ્ધ એટ્રોસીટીની કલમ-323,504 મુજબ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.