તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:ધોળા, સણોસરા, ગઢડામાં વરસાદ, અસહ્ય ગરમીમાં લોકોએ રાહત મેળવી

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળામાં કરા સાથે વરસાદ,ગઢડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ઉમરાળા,ધોળા,સણોસરા પંથકમાં સામાન્ય વરસાદ પડયાના વાવડ છે જયારે બોટાદ જિલ્લાના ગઢડામાં પણ સાંજના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જયારે ધોળમાં પણ સાંજના સમયે મોટા કરા સાથે ધોધમાર વરસાદ ખાબકયો હતો. ધોળા જંક્શનમાં આજે સાંજે 6.30 આસપાસ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.

ધૂળની ડમરી સાથે પહેલા પવન ફુંકાયો અને પછી 7 વાગ્યા આસપાસ મોટા કરા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો.ગઢડા(સ્વામિના) શહેર તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આખો દિવસ જોરદાર તાપ અને ગરમી બાદ સાંજે 5 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલ્ટો થયો હતો. તેમજ એકાએક ધોધમાર વરસાદ શરૂ થતા રાહદારીઓ અને વાહન ચાલકો થંભી ગયા હતા.

ભારે ગાજવીજ અને પવન સાથે શરૂ થયેલા વરસાદથી ચોમાસાનાં એંધાણ વર્તાયા હતા. આ દરમિયાન વરસાદ શરૂ થતા જ 2 કલાક માટે વિજળી ગૂલ થઈ જવા પામેલ.જયારે સિહોર પંથકના સણોસરા,રામધરી આજુબાજના ગામોમાં રાત્રીના 8 કલાક આસપાસ અંદાજે અડધો ઇંચ જેટલો જોરદાર પવન સાથે વરસાદના સમાચાર છે.આમ ગઢડા,ધોળા,ઉમરાળા,સણોસરા પંથકમાં વરસાદથી લોકોએ અસહ્ય ગરમીમાં રાહત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...