તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગ્રેડપેના મુદ્દે આજથી ધરણા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધરણા સમાપ્ત થયા બાદ પણ ઉકેલ નહી આવે તો ઓનલાઈન શૈક્ષણિક કામગીરી બંધ કરાશે23 ડિસેમ્બરે ભાવનગરમાં ધરણાનું આયોજન

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા 4200 ગ્રેડપે અને એચ-ટાટ (આચાર્ય)ના મુદ્દે આવતી કાલે તા.8 ડિસેમ્બરને મંગળવારે બપોરે 1 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અગાઉ નક્કી થયા મુજબ ધરણા કાર્યક્રમ યોજાશે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા 4200 ગ્રેડપે અને htatના મુદ્દે આવતી કાલે 8/12/20 બપોરે 1-00 થી 6-00 સુધી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અગાઉ નક્કી થયા મુજબ ધરણા કાર્યક્રમ યોજાશે. શિક્ષકો શાંતિપૂર્ણ રીતે અનુશાસનમાં રહી ધરણા કાર્યક્રમમાં જોડાશે.

રોજ નક્કી થયેલ જિલ્લાઓ 50 ની સંખ્યામાં આવતા રહેશે . શિક્ષકો હાથમાં બેનર લઈ રોજ પોતાનો રોષ વ્યકત કરશે. રાજ્યના તમામ તેત્રીસ જિલ્લા અને કોર્પોરેશનના શિક્ષકો ના ધરણા સમાપ્ત થયા બાદ પણ ઉકેલ નહી આવે તો ઓનલાઈન શૈક્ષણિક કામગીરી બંધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભાવનગરમાં 50 શિક્ષકો આગામી તા.23 ડિસેમ્બરને બુધવારે ધરણા યોજી પોતાની વિરોધ વ્યક્ત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો