ધન્વંતરી ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ દિન નિમિતે આજે ધન તેરસના શુભ દિવસે ભાવનગર શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા ધન્વંતરી પૂજન અને આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
ધનતેરસન એટલે ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય દિવસ આજરોજ ભાવનગર શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા ધન્વંતરી પાર્ક, સહકારી હાટ ખાતે ધન્વંતરી ભગવાનની મહાપૂજા, અર્ચન, યજ્ઞ તથા આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન આવ્યું હતું.
ધન્વંતરી ભગવાનની પુજા, અર્ચન, અને આયુર્વેદિક કેમ્પમાં રામકૃષ્ણ શાસ્ત્રી તેમજ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ ભારતિબેન શિયાળ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી અરુણભાઇ પટેલ, મેયર કીર્તિબેન દાણીધરીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના નવનિયુક્ત પ્રમુખ ડો. વિપુલભાઈ સરવૈયા, હોમિયોપેથિક કાઉન્સીલ બોર્ડના ગિરીશભાઈ વાઘાણી, ડે. મેયર કુમારભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી હતી.
વિક્રમ સંવંતના વર્ષ 2078 ને પૂર્ણ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આજથી પોડાબારશ-ધનતેરસની સાથે ઉજવણી સાથે પ્રકાશમય પર્વ દિપાવલીનો પ્રારંભ થશે આજથી શરૂ થતાં ઉત્સાહના પર્વની ઉજવણી કારતક સુદ પાંચમ એટલે કે લાભ પંચમી સુધી ચાલશે. આ મહાઉત્સવને મનાવવા લોકો આતુર બન્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.