વિશેષ:ભારતની યુથ આઇડિયેથોનમાં 65 હજારમાંથી ટોપ 50માં ભાવનગરનો ધૈર્ય ભટ્ટ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોની સ્કુલમાં પ્રવૃત્તિઓ અને પરિણામો તમામ માતા-પિતા જોઈ શકે તેની માટે મદદરૂપ એપ સિલ્વરબેલ્સ સ્કૂલના વિદ્યાર્થીએ તૈયાર કરી

સમગ્ર ભારત માં 6 થી 12 ધોરણ નાં બાળકો માટે યોજાતી યુથ આઇડિયેથોન માં સિલ્વર બેલ્સ પબ્લિક સ્કુલ નાં ધો. 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધૈર્ય ભટ્ટ નો પ્રથમ 50 આવનાર વિદ્યાર્થીઓ માં સમાવેશ કરવામાં આવ્યો છે. યુથ આઇડિયેથોન આઈડિયા અને ઇનોવેશન માટેનું ભારત નું સૌથી મોટું સ્ટેજ છે. જેમાં 21 સપ્ટેમ્બર નાં રોજ ધૈર્ય દ્વારા પોતાનો વિચાર મૂકવામાં આવ્યો હતો. આ સ્પર્ધા માં પ્રથમ આવનાર ને 1 લાખ રૂ. નું ઈનામ પ્રાપ્ત થનાર છે.

ભાવનગર માં અભ્યાસ કરતા ધૈર્ય દ્વારા આઇ. ક્યુ. આર નામે એક એપ લોન્ચ કરવામાં આવશે. આ એપ દ્વારા દરેક સ્કુલ માં એક ગ્રુપ બનશે અને તમામ માતા પિતા બાળકો ની પ્રવૃત્તિઓ અને પરિણામો જોઈ શકશે. હાલમાં આ એપ નો પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યો છે.

આ સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ યુથ આઇડિયેથોન ની ટીમ દ્વારા તમામ પ્રકાર નું માર્ગદર્શન અને આર્થિક મદદ આપવામાં આવશે જેથી એપ ને બજાર માં લાવી શકાય. દરેક સ્કુલ માટે અલગ અલગ પ્રોટોટાઇપ બનાવવામાં આવશે. સિલ્વર બેલ્સ પબ્લિક સ્કુલ નાં ટીચર તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થી ને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાત માં દ્વારકા અને ભાવનગર નાં ફક્ત બે વિદ્યાર્થીઓ જ પસંદગી પામ્યા છે.

ફક્ત એપ એક દ્વારા વાલીઓ ઘરે બેઠા મોનીટરીંગ કરી શકશે
આઇ. ક્યુ. આર એપ નો મહત્વનો ઉપયોગ છે કે તમે તમારા બાળક ની પ્રગતિ નું ધ્યાન રાખી શકશો. દરેક સ્કુલ માં ભણતા બાળક નાં માતા પિતા આનું મોનીટરીંગ કરી શકશે. જેના પગલે બાળક ને કયા વિષય માં કેટલા માર્ક્સ કે ગ્રેડ મળ્યા છે. શાળા માં તેમનું શું પરફોર્મન્સ છે તે ઘરે બેઠા વાલીઓ જાણી શકશે. કમ્પ્યુટર દ્વારા જ તેમાં ડેટા ભરવામાં આવતો હોવાથી કોઈ બદલાવ ની શક્યતાઓ પણ નથી.

અન્ય સમાચારો પણ છે...