તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇ-પાસની મુદ્દત:ડીજી શિપિંગે વિદેશી ક્રૂ મેમ્બરો માટેના ઇ-પાસની મુદ્દત લંબાવી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોનાના આગમનથી વિવાદનું કેન્દ્ર વિદેશી ક્રૂ મેમ્બરો રહ્યા

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજો માં આવતા વિદેશી ક્રૂ મેમ્બરોને સ્વદેશ પરત ફરવા માટે ના પાસ ઇસ્યુ કરવાની મુદત આગામી જૂન મહિના સુધી લંબાવવામાં આવી છે.કોરોના ની શરૂઆત થી વિદેશી ક્રૂ મેમ્બરો ના અલગ માં આવવા સામે અનેક વખત નિયમોને બદલાવવામાં આવ્યા હતા. હાલમાં ભારતમાં થી વિદેશ જવા પર અનેક દેશોમાંપ્રતિબંધ હોવાથી ક્રૂ મેમ્બરોને ખાસ સવલતો આપવામાં આવી રહી છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજો માંથી નીકળતા ક્રૂ મેમ્બરો માટે પોતાના દેશ પરત ફરવા માટે ખાસ ઇ-પાસ ની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. હજુ પણ અનેક દેશોની ફ્લાઇટ શરૂ થઈ નથી અને પ્રતિબંધ યથાવત્ છે ત્યારે વિદેશી ક્રૂ મેમ્બર અને કોઈ અડચણ નડે નહીં તેવા હેતુસર ડીજી દ્વારા પાસ ની મુદત આગામી જૂન મહિના સુધી લંબાવવામાં આવી છે.

ગત માર્ચ માસ દરમિયાન કોરોના ફાટી નિકળતા વિદેશી ક્રૂ મેમ્બરો સાથે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જહાજો અંગે ભારે અસમંજસતાઓ પ્રવર્તિ હતી. અને સરકારના સંબંધિત વિભાગો દ્વારા અનેક વખત નિયમોમાં તબદીલીઓ કરવામાં આવી હતી. એક સમયે વિદેશી ક્રૂ મેમ્બરો પરનો પ્રતિબંધ આવી ગયો હતો.

પરંતુ બાદમાં સ્થિતિમાં સુધારો થતા ઇ-પાસ ઇશ્યુ કરવાથી વિદેશી ક્રૂ મેમ્બરોને તેઓના સ્વગૃહે પરત ફરવા માટે વ્યવસ્થા થઇ જતી હતી.વિદેશી ફ્લાઇટો પરના નિયંત્રણો યથાવત છે, અનેક દેશોમાં જવા-આવવા પર હજુ પણ પ્રતિબંધ છે, ત્યારે જહાજના ક્રૂ મેમ્બરોને કોઇ તકલીફ નડે નહીં અને કોરોના અંગેની તમામ માર્ગદર્શિકાઓના પાલન સાથે તેઓને ઇ-પાસ આપવામાં આવે છે અને તેઓના સ્વગૃહે પરત કરાઇ રહ્યા છે. ડી.જી.શિપિંગે ઇ-પાસ ઇશ્યુ કરવાની મુદ્દત જૂન સુધી લંબાવી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો