ઉજવણી:જલ-જીલણી એકાદશીની શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તા. 17 સપ્ટેમ્બરને શુક્રવાર ના રોજ ભાદરવા સુદ 11 જેને જલ-જીલણી એકાદશી(પરિવર્તનની) તરીકે પણ ઓળખવામાં આવે છે. જે શ્રદ્ધાળુ ભક્તો ઉપવાસ સાથે આરાધના કરીને મનાવશે. જાણીતા જયોતિષી આશિષ રાવલ ના જણાવ્યા અનુસાર એકાદશી તિથિ ના દેવતા ‘વિશ્વ દેવા’ હોવાથી ભગવાન વિષ્ણુનું ઇષ્ટ પૂજા સાથો-સાથ ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. આવા દિવસે કુમાર યોગ,રાજયોગ હોવાથી જમીન મકાન વાહનના ખરીદી માં દસ્તાવેજ કરી શકાય તેમજ તમામ નવા કામનો કાર્યારંભ થઈ શકે.

આવા શુભ દિવસે ઠાકોરજીને નાવ માં બેસાડીને ભક્તો દર્શન કરતા હોય છે. તેમજ ઠાકોરજીને વિશેષ રૂપમાં મિસરી ઉપરાંત દહી, કમરકાકડી વગેરે અર્પણ કરવામાં આવે છે. “ શ્રીકૃષ્ણ શરણમ્ મમ :” આ મંત્રનો અવિરત જાપ કરવા નું વિશેષ મહત્વ શાસ્ત્ર માં સમજાવેલ છે.આવા દિવસે બપોરે 1.15 કલાકે સૂર્ય કન્યા સંક્રાંતિ નો પ્રારંભ થશે.એકાદશી ના દિવસે દાન-દક્ષિણા નું કરવાનું વિશેષ મહત્વ છે. કોથમીર, ફુદીનો, આદુ, ભાજી, ગલકા, ડુંગળી-લસણ, બટાકા ખાવાનો નિષેધ ગણવામાં આવે છે. વામન જયંતિ પણ ઉજવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...