શ્રીજીનું વિસર્જન:ગણપતિ બાપાના જયઘોષ સાથે ભાવનગરમાં પાંચમા દિવસે શ્રીજીનું વિસર્જન, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • ઘરમાં સ્થાપના કરેલા ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ઓનુ લોકો ઘરમાં જ વિસર્જન કરતાં લોકોની સંખ્યા વધી
  • શહેર-જિલ્લામાં આગતા-સ્વાગતા બાદ ગણપતિ વિસર્જનના દૌરનો આરંભ થયો

ભાવનગર શહેર તથા તાલુકા, ગામડાઓમાં જે મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઘરે માટે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરતા હોય છે, એ લોકોએ પાંચ દિવસ સંપન્ન થતાં વિસર્જન કોળીયાકના દરિયા ખાતે કર્યો છે તથા જિલ્લામાં આવેલ વિવિધ જળાશયોમાં વહેલી સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી.

એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન
દર વર્ષે જાહેર તથા ઘરમેળે ગણપતિ ઉત્સવના આયોજનોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે એ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવને લઈને આબાલવૃદ્ધ સૌવ કોઈ લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન કરતા હોય છે, જે અંતર્ગત પાંચ દિવસ પૂર્ણ થતાં અનેક શ્રદ્ધાળુઓએ ગણપતિ વિસર્જનની શરૂઆત કરી છે.

વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે
જેમાં ગણપતિ વિસર્જન માટે લોકો સૌથી વધુ નિષ્કલંકના દરિયા જતા હોય છે, દર વર્ષે હજારોની સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે આજે સવારથી જ પ્રોફેશનલ તથા નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત રહેતા લોકો દ્વારા ગણપતિજીનું વાજતેગાજતે વિસર્જન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...