મંદિરમાં ભક્તોની ભીડ:ભાવનગરમાં મહાલક્ષ્મી મંદિરમાં નવા વર્ષના પ્રારંભે ભક્તો ઉમટ્યાં, દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિક્રમ સંવત 2079નો આજથી પ્રારંભ થયો છે. લોકો મંદિરોમાં ભગવાનના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરે છે. ત્યારે આજે ભાવનગર શહેરના મુખ્ય બજારમાં આવેલા મહાલક્ષ્મી મંદિર ખાતે દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સવારથી જ મંદિરની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ભક્તોએ મંદિરે દર્શન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રાર્થના કરી હતી.

વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી નવા વર્ષની શરૂઆત
વહેલી સવારથી લોકો પ્રાત: કમૅ સંપન્ન કરી નવા વસ્ત્રો-આભૂષણો ધારણ કરી ઘર-કુટુંબ સ્થિત વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી પોતાના આરાધ્ય-ઈષ્ટદેવ-દેવીઓના દર્શન-પૂજન થકી નવા વર્ષની શરૂઆત કરી હતી. આ સાથે લોકો દુકાન, ફેક્ટરી સહિતના વ્યવસાયી એકમોમાં નવા વર્ષનું શુકનવંતૂ મુહર્ત સાચવી મંગલ કામનાઓ કરવામાં આવી હતી, આવશ્યક ચિઝવસ્તુઓના વિક્રેતા સિવાયનો વેપારી વર્ગ લાભપાંચમ સુધી પોતાના વ્યવસાયો બંધ રાખી નવાવર્ષની ઉજવણી કરે છે.

અન્ય સમાચારો પણ છે...