ન્યાયની માંગ:ભાવનગરમાં શુક્રવારે થયેલી યુવકની હત્યા મામલે દેવીપૂજક સમાજના લોકોએ રેલી યોજી આરોપીઓને સજા કરવા માંગ કરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર.ટી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
  • રેલી દરમિયાન ઉગ્ર બનેલાં ટોળાએ એક પોલીસ વાનના કાચ તોડ્યા

ભાવનગર શહેરના સિદસર 25 વારીયા વિસ્તારમાં શુક્રવારે રાત્રે દેવીપૂજક યુવકની હત્યા સંદર્ભે આજે શનિવારે શહેર-જિલ્લામાથી મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો સર.ટી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને રેલી યોજી હત્યારાને કડક સજા થાય તેવી માંગ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતાં.

આરોપીને જાહેરમાં કડક સજા કરવાની ઉગ્ર માંગ કરીભાવનગર શહેરના સિદસર વિસ્તારમાં વાળુકડ રોડપર સ્થિત 25 વારીયા વસાહતમાં શુક્રવારે રાત્રે એક દેવીપૂજક શખ્સની બુટલેગરે કરપીણ હત્યા કરી હતી. ત્યારે મૃતકની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન મોડી રાતથી જ સર.ટી હોસ્પિટલમાં શહેર-જિલ્લામાથી દેવીપૂજક સમાજનાં લોકો એકઠા થયા હતા અને હત્યારાને ઝડપ્યા બાદ જ લાશ સ્વિકારવાની વાત ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે. સમાજના લોકોએ રેલી કાઢી હત્યાના આરોપીને જાહેરમાં કડક સજા કરવાની ઉગ્ર માંગ કરી હતી.

આ દરમ્યાન શહેરના હાઈકોર્ટ રોડપર ઉગ્ર બનેલાં ટોળાએ એક પોલીસ વાનના કાચ તોડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિને પારખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળપર મોરચો સંભાળ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દેવીપૂજક સમાજના અગ્રણીઓને ટોળા વચ્ચે હસ્તાક્ષેપ માટે ઉતારી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...