દિન વિશેષ:શનિવારે હનુમાન જયંતિ આવતા ભક્તોનો ઉમંગ બેવડાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે હનુમાનજીના મંદિરોમાં પૂજન, અર્ચન, મહાઆરતી અને બટુક ભોજનના કાર્યક્રમોનું આયોજન
  • આ વર્ષે ચિત્રા નક્ષત્ર અને શનિવારનો અનોખો સંયોગ સર્જાયો

આવતી કાલ તા.16 એપ્રિલ, ચૈત્ર સુદ પૂનમને શનિવારે હનુમાન જયંતિ છે. આ વખતે હનુમાજ જયંતિ શનિવારે આવતી હોય અને શનિવાર હનુમાનજીની ભક્તિનો વાર ગણાતો હોય ભાવિક-ભક્તોમાં :આ દિવસે સવારે 8.40 કલાકથી ચિત્રા નક્ષત્ર છે જેથી ચિત્રા નક્ષત્રમાં હનુમાન જયંતીની ઉજવણી માટે ઉત્સાહ બેવડાયો છે. સાથે કોરોના પણ શમી ગયો હોય આ વખતે ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે.

એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં જ થયો હતો. અને આ વર્ષે પણ ચિત્રા નક્ષત્ર અને શનિવારનો સંયોગ હોવાથી હનુમાન જયંતી વધારે ઉત્તમ ગણાશે. નાસે રોગ હરે સબ પીડા એવું કહેવાય છે એટલે કે હનુમાનજીની ઉપાસનાથી જીવનની બધી જ પીડાઓ દૂર થાય છે. શનિની નાની-મોટી પનોતી ચાલી રહી હોય કે, રાહુ પીડા હોય તે પણ દૂર થાય છે.

હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને સુખડીનું નૈવેદ્ય ધરાવવું ઉત્તમ છે. હનુમાનજીને 21 અડદના દાણા ચઢાવવા. તેલ ચઢાવવું પણ ઉત્તમ અને પીડાનાશક છે. ભાવનગર શહેરમાં હનુમાનજીના મંદિરોમાં ધામધૂમથી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. શહેર અને જિલ્લામાં ઠેર ઠેર મહાઆરતી, પ્રસાદ તેમજ બટુક ભોજનના કાર્યક્રમના કાર્યક્રમ યોજાયા છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ભાવનગર સહિત રાજ્યભરમાં હનુમાન જયંતિની જાહેર અને ધામધૂમથી ઉજવણી થઇ શકી નથી, પરંતુ આ વર્ષે કોરોના શમી ગયો હોય શહેર અને જિલ્લામાં શેરી-ગલીમાં હનુમાનજીની દેરીઓ અને મંદિરોમાં શનિવારે આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી કરાશે.

શહેરના ગોળીબાર હનુમાન, ઝાંઝરીયા હનુમાન, બાલા હનુમાન, રોકડીયા હનુમાન, ફુલઝરીયા હનુમાન સહિતના શહેરના જુદા જુદા અનેક નાના-મોટા હનુમાનજીના મંદિરોમાં પણ શનિવારે ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરાશે.

આજે સુંદર કાંડના પાઠથી લાભ થશે
આવતી કાલ શનિવારે હનુમાન જયંતીના દિવસે ભાઈઓએ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી. સરસવના તેલનો દીવો કરવો. હનુમાનજીને ચંદનનો ચાંદલો કરવો ત્યારબાદ 11, 21 કે 108 હનુમાન ચાલીસાના પાઠ અથવા તો સુંદરકાંડનો પાઠ કરવો. આ પાઠથી ભાવિકોને લાભ થશે અને નડતરરૂપ ગ્રહોમાંથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...