તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનજાગૃતિ:કોરોનાની રસીના પ્રથમ ડોઝમાં 100 ટકા સિદ્ધિ મેળવતું દેવગાણા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને પરાજિત કરવામાં નાના ગામની મોટી સફળતા
  • ભાવનગરનું આ ગામ જાગૃતિને કારણે રસીના બીજા ડોઝમાં પણ 85 ટકા ગ્રામ્યજનોએ રસી મુકાવી

કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતિમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહીં માટે ‘મારું ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાન રાજ્યભરમાં હાથ ધરવામાં આવ્યું છે. આવા જ એક ગામ અંગે ગામના સરપંચ ભાવેશકુમાર કહે છે કે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું 10 હજારની વસતિ ધરાવતાં દેવગાણા ગામમાં 23મી માર્ચના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ કેસ નોંધાતાં જ ગામમાં ઢંઢોરો પીટાવી ગામ લોકોને કોરોનાની ગંભીરતા સમજાવી હતી. આના પરિણામે રાજ્ય સરકારે શરૂ કરેલાં પ્રથમ રસીકરણ અભિયાન અંતર્ગત દેવગાણા ગામમાં 100 ટકા રસીકરણ થઇ ગયું છે. આ ઉપરાંત બીજા તબક્કામાં ગામના 85 ટકા લોકોએ રસીકરણ કરાવી લીધેલ છે. બાકી રહેલાં 15 ટકા ગામ લોકોનું આગામી 5 દિવસમાં રસીકરણ કરી દેવામાં આવશે.

આમ, અમારું ગામ 100 ટકા રસીકરણ કરાવ્યું હોય તેવાં રાજ્યના જૂજ ગામોમાં સમાવેશ પામશે. આ ઉપરાંત ગામનાં દરેક ઘરના વડા અને ઘરના વડીલોનું ‘વ્હોટ્સ એપ’ ગૃપ બનાવીને તેમાં ગામમાં થનાર તમામ પ્રવૃત્તિઓની વિગત મૂકતાં હતાં. આ સિવાય કોરોનાને લગતાં ઉપચાર, સારવાર તથા સમાચારની વિગતો પણ આ ગૃપમાં મૂકતાં હતાં. ગમે ત્યારે ગામ લોકોને મેસેજ આપી શકાય તે માટે આ વ્હોટ્સ એપ ગૃપ બનાવ્યું છે. જેથી લોકોને ભેગાં કર્યા સિવાય ગામ લોકોને તેઓ ઘર, ખેતર ગમે ત્યાં હોય ત્યાં માહિતી મળી જાય. ‘કોવેક્સિન રસી’ આપવાં માટે ગામમાં આવેલાં 10 વોર્ડદીઠ પંચાયતના સભ્યની નિમણૂંક કરી જે-તે વોર્ડમાં જાગૃતિ લાવવાની જવાબદારી આ સભ્યોને સોંપી હતી.

150 પૈકી હવે માત્ર 5 જ દર્દી સારવારમાં
કોરોનાની શરૂઆતથી જ ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરી દીધું હતું. તેથી ગામના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી રહી હતી. ગામમાં આ મહામારીને લીધે 150 લોકો સંક્રમિત થયાં. અત્યારે ગામમાં માત્ર 5 લોકો જ કોરોનાથી પ્રભાવિત છે અને તેઓની પણ તબિયત સારી છે.

કેવી કેવી પદ્ધતિ અમલમાં મુકી
વહેલી સવારે 5 વાગ્યે આયુર્વેદિક ઉકાળો ઉકળવાં મૂકતાં હતાં. તદુપરાંત વધારેમાં વધારે લોકો માસ્ક પહેરે તે અંગે વોટ્સઅપ મિડિયા થકી જાણ કરી રહ્યાં છીએ ગામમાં જરૂરિયાત મુજબ જ ગામની કરિયાણાની દૂકાન ખોલવામાં આવે છે અને બપોર બાદ ગામમાં સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...