વૃક્ષોનુ જતન:ગ્રીનસિટી દ્વારા 11 વર્ષમાં વૃક્ષારોપણ કરાયેલ 36000 વૃક્ષોની માવજત કરતા દેવેનભાઇ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરને હરીયાળુ શહેર બનાવવા સતત પ્રયત્નશીલ ગ્રીનસિટી

ભાવનગરની ગ્રીનસિટી સંસ્થા દ્વારા છેલ્લા 11 વર્ષથી સતત વર્ષો વર્ષ ખૂબજ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનુ જતન કરીને ભાવનગર શહેરને ગ્રીનસિટી બનાવી દીધુ છે.ભાવનગરની ગ્રીનસિટી સંસ્થાના સ્થાપક અને શેઠ બ્રધર્સ કંપનીના માલીક દેવેનભાઇ શેઠ છેલ્લા 11 વર્ષથી તન,મન અને ધનથી ગ્રીનસિટી સંસ્થા દ્વારા શહેરને હરીયાળુ બનાવવા સતત પ્રયત્નશીલ છે. ગ્રીનસિટી દ્વારા કરાયેલુ વૃક્ષારોપણનુ એક પણ વૃક્ષ સુકાય ન જાય અને દરેક વૃક્ષોનો યોગ્ય ઉછેર થાય તે માટે દેવેનભાઇ નિયમિત પણે ટેમ્પો દ્વારા વૃક્ષોને જાણે પાણી પાવા જાય છે. અને અત્યાર સુધીમાં ગ્રીનસિટી સંસ્થા દ્વારા નાખવામાં આવેલ 36000 જેટલા વૃક્ષો ઉપર જાત દેખરેખ રાખી રહ્યા છે.

આ કાર્યમાં ગ્રીનસિટીના પિયુષભાઇ વ્યાસ, ચિંતભાઇ વ્યાસ, મુકેશભાઇ પરીખ વગેરે પણ સતત પ્રયત્નશીલ છે. ચાલુ વર્ષે ગ્રીનસિટી સંસ્થા દ્વારા વધુ 5000 જેટલા વૃક્ષો જેમા લીમડો, વડ, પીપર, ઉંબરો, કરંજ વિગેરે વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવાનુ આયોજન છે. ગ્રીનસિટી સંસ્થાના દેવેનભાઇ શેઠે દરેક દાતાઓને અપીલ કરી છે કે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દાતાઓ મોટી રકમનુ આર્થીક યોગદાન આપી શહેરને હરીયાળુ બનાવવા પોતાનુ યોગદાન આપે.

અન્ય સમાચારો પણ છે...