કરોડોના ખર્ચે વિકાસ કામ:ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોનું શિક્ષણમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેનેજ, પાણી, રોડ રસ્તાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો - મંત્રી

ભાવનગર શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ફૂલસરમાં રૂ.4.69 કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનાં કામોનું તેમજ રૂ.1.30 કરોડના ખર્ચ થી આર. સી. સી રોડના કામોનું તથા શહેરના તખ્તેશ્વર, કાળીયાબીડ વોર્ડ ખાતે આશરે રૂ.80.81 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડના કામોનું ખાતમુહૂર્ત શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

મંત્રીએ સ્થાનિક રહેવાસીઓને મળીને તેમના લોક પ્રશ્નો અંગે ચર્ચા કરી
જેમાં રામાપીરમંદિર પાસે ગોપાલનગરમાં 10 લાખના ખર્ચે આર. સી. સી. રોડનાં કામો, મેલડીમાંનાં મંદિર પાસે 8.50 લાખના ખર્ચે આર. સી. સી. રોડનાં કામો, તેમજ 17 લાખના ખર્ચે ગુરૂનગરથી હાદાનગરને જોડતાં રોડને રીકાર્પેટ કરવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રીએ સ્થાનિક રહેવાસીઓને મળીને તેમના લોક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તેમજ આર.સી.સી. રોડ બનવાથી થયેલ સુવિધામાં વધારા અંગે માહિતગાર કર્યા હતાં.

ફૂલસરમાં રૂ.4.69 કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનાં કામોનું ખાતમુહૂર્ત
રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરી સામાન્ય કે ગરીબ પરિવારના સપનાને હકીકત કરવાનું કામ કરી રહી છે. છેવાડાનાં વિસ્તારનો વિકાસ રોડ, રસ્તા અને ગટર સહિતની સુવિધાનો વિકાસ કરવા કટિબદ્ધ છે, ભાવનગર શહેરનો છેવાડાનો વિસ્તાર પણ હવે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. શહેરનાં વિકસિત થયેલાં વિસ્તારોની હરોળમાં હવે છેવાડાનો વિસ્તાર પણ ગણાવા લાગ્યો છે. ડ્રેનેજ, પાણી, રોડ રસ્તાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આરોગ્યકેન્દ્ર જેવી સુવિધા વોર્ડમાં લોકોને મળી રહી છે. આ તકે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફૂલસરમાં રૂ.4.69 કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનાં કામોનું તેમજ રૂ.1.30 કરોડના ખર્ચથી આર. સી. સી. રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રૂ.80.81 લાખના ખર્ચે તખ્તેશ્વર, કાળીયાબીડ વોર્ડના રોડ તેમજ પેવિંગ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત
રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાને સીધી ગ્રાન્ટ મળતી થતાં જ શહેરોના વિકાસ શક્ય બન્યાં છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરી છેવાડાના વિસ્તારમાં આવેલ છેવાડાની ગલીમાં રહેતાં લોકોના વિકાસ કરવાં કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા પાણી, લાઈટ, ગટરની સુવિધાઓ બાદ શેરીમાં આર.સી.સી.રોડ બનાવવાં માટે અનેક નવીનતમ યોજનાઓ થકી છેવાડાના માનવી સુઘી પાયાની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં પાડી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્ર પર્વની ઉજવણીમાં 'હર ઘર તિરંગા' લગાવીને ઉત્સાહભેર ભાગ લેવાં તેમણે અપીલ કરી હતી.

શહેરના જુદા જુદા વિસ્તારોમા રોડ તથા આરસીસી રોડનું ખાતમુહુર્ત કરાયું
આ તકે તખ્તેશ્વર વૈજનાથ મંદિર, દરબારી કોઠાર પાસે રૂ.3.47 લાખના ખર્ચે આર.સી.સી.નું કામ, કાળીયાબીડ-સીદસર–અધેવાડા વોર્ડમાં વિરાણી સર્કલ થી સરદાર પટેલ સ્કૂલ સુધી સેન્ટ્રલ ડિવાઈડરનું રૂ.52.86 લાખના ખર્ચે કામ, શાંતિનગર-1 દેવીકૃપા ફ્લેટવાળો ખાંચો રૂ.15.84 લાખના ખર્ચે રોડનું કામ, ઇન્દ્રપ્રસ્થનગર કાળીયાબીડ ખાતે રૂ.8.64 લાખના ખર્ચે આર. સી. સી. રોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર કીર્તિબાળા દાણીધારીયા,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, શહેર ભાજપા પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ વોર્ડનાં કોર્પોરેટરઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારનાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...