રિયાલીટી ચેક:ભાવનગરનો વિકાસ કારણ કે, રીંગરોડ 17 વર્ષથી અધુરો

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષે 8 કિ.મી. બન્યો, 31 કિ.મી. માટે 2 વર્ષે કાગળ પર રૂા. 297 કરોડ ફાળવ્યા
  • વારંવાર ફેરવાતી નોડેલ એજન્સી, સરકારની અનિયમિત ગ્રાન્ટ ફાળવણી અને રાજકીય કાવાદાવાને લીધે કામ ખોરંભે
  • ​​​​​​​અન્ય મહાનગરોનો વિકાસ તેના રિંગરોડ બાદ થયો છે જ્યારે ભાવનગરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું જ શાસન હોવા છતાં જ પુરો થયો નથી

ભાવનગરના વિકાસના આધારસમો રિંગ રોડ છેલ્લા 17 વર્ષથી સરકાર અને સ્થાનિક તંત્ર વચ્ચે ગોળ ગોળ ફર્યા કરે છે. પરંતુ આર.એન્ડ બી. હસ્તકના કુલ 39 કિલોમીટરમાંથી હજુ 8 કિલોમીટર જ પૂર્ણ થયો છે. ગઈકાલે ગુજરાત રાજ્ય સરકારે છાતી ફુલાવી રિંગ રોડ માટે રૂ. 297 કરોડ ફાળવ્યાની જાહેરાત કરી હતી પરંતુ વાસ્તવમાં તો સ્થાનિક તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા સરકાર પાસે માગણી કરી હતી તેને હવે કાગળ પર મંજૂરી મળી છે. અન્ય મહાનગરોમાં રિંગરોડ બાદ તેનો વિકાસ થયો છે. જ્યારે ભાવનગરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં રિંગરોડ અધુરો ને અધુરો જ રહ્યો છે.

ભાવનગરના વિકાસ માટે 17 વર્ષ પહેલા રીંગ રોડનું આયોજન કરવામાં આવ્યું હતું. નોડલ એજન્સીઓના વાદ-વિવાદ અને સરકાર દ્વારા બટકુ રોટલા ફેકતા હોય તેમ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા સરકાર અને તંત્ર માટે શરમજનક બાબત તો તે છે કે, 17 વર્ષમાં આર. એન્ડ બી. હસ્તકના કુલ 39 કિલોમીટર રીંગરોડ પૈકી હજુ સુધી માત્ર આઠ કિલોમીટરનો જ રોડ બનાવ્યો છે.

છતાં ભાવનગરના નેતાઓ શરમ નેવે મૂકી ભાવનગરના રૂંધાયેલા વિકાસમાં ગજગજ છાતી ફૂલતી હોય તેમ બજેટમાં રીંગરોડ માટે 297 કરોડ ફાળવ્યાની વાહ વાહ લુંટી રહ્યા છે. બજેટમાં સૈદ્ધાંતિક મંજૂરી મળેલા 297 કરોડ તો આરએન્ડબી દ્વારા જાન્યુઆરી 2020 માં સરકાર સમક્ષ માગણી કરી હતી. જે રકમ કાગળ પર હવે છેક ફાળવવામાં આવી છે. આ 39 કિલોમીટરના રીંગરોડ માટે 174 કરોડ ખર્ચે અંદાજવામાં આવ્યો હતો. જે હવે રૂ. 322 કરોડે પહોંચ્યો છે.

ફેક્ટ ફાઈલ
57.51 કિ.મી. - કુલ રીંગ રોડ
39 કિ.મી. - આર એન્ડ બી હસ્તક
18.51 કિ.મી. - નેશનલ હાઈવે હસ્તક
25 કરોડ - ખર્ચ થયો
297 કરોડ ફાળવ્યા
08 કિ.મી. પૂર્ણ
31કિ.મી.બાકી

ક્યાં રોડ માટે સરકારે રૂ.297 કરોડ ફાળવ્યા ?

  • રૂવા થી નવા બંદર રોડ
  • જુના બંદર રોડ થી કેબલ સ્ટેડ બ્રીજ
  • ​​​​​કેબલ સ્ટેડ થી નિરમા જંકશન
  • નવા બંદર થી જુના બંદર રોડ
  • ટોપ થ્રી થી માલણકા જંકશન.

બે તબક્કાની કામગીરી પૂર્ણ, અન્ય માટે રકમની માગણી
ભાવનગરના રિગ રોડ માટે આર.એન્ડ બી. હસ્તકના 31 કિલોમીટરના કામમાં પ્રથમ બે ફેઝનું કામ પૂર્ણ થયું છે. અન્ય 3,4,5 ફેઝનું આયોજન થઈ ગયું છે જેની માટે સરકારમાંથી રકમની માગણી કરાયેલી છે. ગ્રાન્ટ મળ્યેથી કામગીરી પણ શરૂ કરાશે. - આર.યુ. પટેલ, ઈજનેર, આરએન્ડબી

નોડલ એજન્સીના ફેરફારથી સમય અને નાણાનો વેડફાટ
ભાવનગરનો રિંગ રોડ બનાવવા માટે શરૂઆતથી જ નોડલ એજન્સીના ફેરફાર અને વિવાદ ચાલ્યા હતાં. શરૂઆતમાં ચાર નોડલ એજન્સીની નિમણૂંક કરી હતી જેમાં ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અ‍ાર. એન્ડ બી., નેશનલ હાઈવે ઓથોરિટી વચ્ચે અથવાતો હતો. જેમાં જુદી જુદી એજન્સીઓને કારણે કામમાં પણ વિસંગતતા જોવા મળતી હતી.
જેને કારણે સરકારમાંથી પણ રકમ ફાળવવામા દ્વિધા ઉભી થતી હતી. અંતે અાર. એન્ડ બી.ને આખા રિંગ રોડની નોડલ એજન્સી નક્કી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...