તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ ખોરંભે ચડયો:ભાવનગરના 37 સ્કવેર કિલોમીટર વિસ્તારના વિકાસનો નીકળ્યો રકાસ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 29 વર્ષથી પ્રારંભિક મંજૂરી પણ મળતી નથી, 12 ટીપી પ્રારંભિક માટે તો 6 સરકારમાં મુસદ્દા માટે નથી થતી મંજુર
 • વાંધા વચકામાં અટવાયેલી રહે છે ટીપી સ્કીમ

એક તરફ શહેરી વિસ્તારના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમની ફટાફટ મંજૂરીનો મુખ્યમંત્રી જુસ્સો દેખાડતા હોય છે ત્યારે બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની જ 12 ટીપી સ્કીમ પ્રારંભિક નહી થતા અને 6 ટીપી મુસદારૂપ મંજૂરી માટે સરકારમાં અટકીને પડતા અંદાજિત 37 સ્ક્વેર કિલોમિટર જેટલા શહેરી વિસ્તારનો વિકાસ રુંધાઈ રહ્યો છે. સ્થાનિક અને રાજ્ય કક્ષાએ એક જ પક્ષનું શાસન છે છતાં ઘણી ટીપી સ્કીમ તો 29 વર્ષથી પ્રારંભિક મંજૂરી પણ મળી નથી. જેથી આ વિસ્તારમાં ડેવલોપમેન્ટના કામો પણ વર્ષોથી મંજૂરીની રાહમાં છે. 12 પ્રારંભિક માટે અને 6 મુસદ્દારૂપ મંજૂરી માટે થઈ કુલ 3631.14 હેક્ટર વિસ્તારમાં ડેવલોપમેન્ટના કામ ડખ્ખે ચડ્યા છે.

ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કુલ 29 ટીપી સ્કીમ છે. જે પૈકી એક તો સિદસર ટીપી સ્થાનિક કક્ષાએ સક્ષમ સત્તાની મંજૂરીની રાહમાં પડી છે. પરંતુ 12 ટીપી સ્કીમ તો વર્ષોથી ડ્રાફ્ટ લેવલે જ હોવાથી અને પ્રારંભિક મંજૂરી નહીં મળતા આ વિસ્તારના વિકાસ કામો માટે ટીપીઓનો અભિપ્રાય જરૂરી બન્યો છે. પરંતુ પ્રારંભિક મંજૂરી નહીં હોવાને કારણે ક્વેરીઓમાં ડેવલોપમેન્ટ ચકડોળે ચઢે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, વર્ષ 1992 અને 98 થી ટીપી સ્કીમ પ્રારંભિક મંજૂરી માટે પેન્ડિંગ પડી છે. છતાં કોઈ રાજકીય નેતાઓ કે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી. તાજેતરમાં જ કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાએ ટીપીઓ સાથે ટીપી સ્કીમના વાસ્તવિક ચિત્રનો ચિતાર મેળવવા મીટીંગ યોજી હતી. તે બેઠક કેટલી ચરિતાર્થ થશે તે તો આગામી દિવસોમાં બહાર આવશે. જે ટીપી સ્કીમ મંજૂરીની રાહમાં છે તેમાં 17 અધેવાડા, 21 રૂવા, 27 સિદસર, 28 સિદસર, 29 અકવાડા અને 30 ચિત્રાનો સમાવેશ થાય છે.

આટલું જ નહીં 6 ટીપી સ્કીમ તો સરકારમાં મુસદ્દારૂપ મંજૂરી માટે છેલ્લા એક વર્ષથી અટકીને પડી છે. આ છ ટીપી સ્કીમ વિસ્તારમાં તો ટીપી મંજૂરીના અભાવે એક પણ વિકાસનું કાર્ય શક્ય બને નહીં. આમ, ભાવનગર મહાનગરપાલિકા શહેરી વિસ્તારનો 40 થી 45 ટકા જેટલા વિસ્તારનો વિકાસ ખોરંભે ચડયો છે.

નિમતાણાના પ્રશ્ન હતા, પ્રારંભિકની કાર્યવાહી શરૂ
ભાવનગર કોર્પોરેશન વિસ્તારની ટીપી ઘણાં સમયથી પ્રારંભિક માટે કાર્યવાહીમાં છે પરંતુ ઘણી ટીપીમાં નિમતાણાના પ્રશ્ન છે તો ઘણાંમાં અન્ય સુધારણા છે. પરંતુ તેનું હિયરિંગ કરી સરકારમાં મોકલવામાં આવશે. 7 અને 11 અધેવાડાને પ્રારંભિક મંજુરી માટે અંતિમ તબક્કામાં છે.> કિરણ સુમરા, ટી.પી.ઓ.

કંઈ ટીપી ક્યારથી પ્રારંભિક માટે પેન્ડિંગ?

6 સિદસરતા.17/2/1992
7 અધેવાડાતા.7/10/2003
11 અધેવાડાતા.7/10/2003
13 તરસમીયાતા.2/7/1998
14 તરસમીયાતા.14/9/1998
16 અધેવાડાતા.17/9/2020
19 નારીતા.27/5/2019
20 નારીતા.13/6/2019
23 તરસમીયાતા.31/12/2019
24 ચિત્રાતા.31/12/2019
25 ફુલસરતા.31/12/2019
26 નારીતા.31/12/2019
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો