નિખિલ દવે
આઝાદીના સાડા સાત દાયકા પછી પણ જે વિસ્તારના ધારાસભ્યો રાજયના મંત્રી મંડળમાં મહત્વનો હોદ્દો ભોગવી ચુક્યા છે. તેવા વલભીપુર પંથકનો વિકાસ નહીવત છે 75 વર્ષમાં મોટી રોજગારી આપતો એકપણ લધુઉદ્યોગ કે મોટો ઉદ્યોગ વલભીપુરમાં શરૂ થયો નથી. ક્ષારવાળી જમીન અને પાણી આ વિસ્તાર માટે અભિશાપ રૂપ છે. ત્યારે આ પંથકમાં હીરા ઉદ્યોગ ઉપરાંત બીજા અનેક ઉદ્યોગો વિકાસ પામે તેવી શક્યતા છે પણ તેની માટે રાજકિય ઇચ્છા શકિત અને લોકજાગૃતિ જરૂરી છે.
ક્ષાર વાળી જમીન અને પાણીને લીધે આ તાલુકો તમામ પાસાએ થી પછાત રહ્યો. વલભીપુર તાલુકામાં દેશની આઝાદી પછી પણ એક પણ નાનો કે મોટો ઉદ્યોગ વગરનો તાલુકો રહેવા પામ્યો છે જમીનમાં ખારાશ અને ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી ખેતી નો આધાર માત્ર ને માત્ર ચોમાસા ઉપર નિર્ભર રહતો છે. અલબત્ત, હજુ ખેતીનો આધાર હજુ પણ 60 થી 70 ટકા ચોમાસા ઉપર આધારીત જ છે.
ક્ષાર વાળી જમીન ઉપરાંત પાણી ની ભારે મુશ્કેલી ભોગવતો તાલુકો હતો. અલબત્ત, છેલ્લાં અઢી દાયકાથી મહી પરીએજ યોજના હેઠળ પીવાનું મીઠુ પાણી લોકને મળી રહ્યું છે. પરંતુ ઉદ્યોગને પાણી આપવા માટેની કોઇ યોજના ન હોય જે ને હજુ નાનો અમસ્થો ઉદ્યોગ નથી.
નવા ઉદ્યોગ વિકસી શકે છે પણ...
ઉદ્યોગની સ્થાપના કરવા માટે પ્રથમ કુદરતી આબોહવા સાનુકુળ હોવી જોઇએ જે વલભીપુર પંથકમાં સુકુ હવામાન રહેતુ હોવાથી આબોહવા મુજબ લોખંડ સ્ક્રેપ, કપાસ જીનીંગ અને પ્રોસેસર,મેડીકલ સર્જીકલ વસ્તુઓ,ફુડ પ્રોસેસીંગ જેવા નાના અને મધ્યમ પ્રકારના ઉદ્યોગોની હાલ સ્થાપી શકાય ખરા અલબત્ત, આ બાબતે પણ જરૂરી વિજળી,પાણી ની સગવડતા અતિ આવશ્યક છે. સરકારની પ્રોત્સાહન નિતી વગર અસંભવ છે. માટે રાજય સરકાર દ્વારા જો વલભીપુર તાલુકાને ખાસ ખારા પાટ, ઈકોઝોન અથવા તો પ્રોત્સહાક જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવે તો જ ભવિષ્યમાં આ તાલુકામાં ઉદ્યોગ સ્થાપના સંભવી શકે.
પાણી મળે તો ઉદ્યોગ વિકસે
વલભીપુર તાલુકાના વીકાસ માટે સ્પેશીયલ પેકેજ આપવામાં આવે અને ઉદ્યોગ માટે ખાસ પાણી ની સગવડતા ખાસ નર્મદા કેનાલ દ્વારા પુરતુ પાણી આપવામાં આવે તો ફુડ પ્રોસેસીંગ સાથે અન્ય ખેતી આધારીત ઉદ્યોગો સ્થાપી શકાય.> વિરેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, વલભીપુર
યુવા વર્ગ જતો રહે છે ખેતી વ્યવસાય ભાંગતો જાય છે
હીરા ઉદ્યોગ શહેર તરફ વિકસી ર્હયો છે, ખેતી વ્યવસાય ભાંગતો જાય છે. યુવા વર્ગ વલભીપુર છોડી જતો રહે છે. દિકરા-દીકરીના સંબંધની પણ સામાજિક સમસ્યા ઊભી થઈ છે. > ઠાકરશીભાઈ બોધરા, ચેરમેન, માર્કેટીંગ યાર્ડ, વલભીપુર
ઉદ્યોગોને પાણી મળે તો વિકાસ થાય
વલભીપુર તાલુકામાં હાલ મહી પરીએજ યોજના હેઠળ મીઠુ પાણી પ્રયાપ્ત રીતે મળે છે. જો હાલ આ યોજના વડે ભલે બહુ મોટા નહી પરંતુ નાના અથવા મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પાણી આપવા માટેનો નિર્ણય કરવામાં આવે તો હાલ જે નેસડા થી લઇ ચોગઠના ઢાળ સુધી રોલીંગ મીલો છુટી છવાઇ રીતે ધમધમી રહી છે. તેને વિજ, પાણી, અને જમીનના દરોમાં રાહત આપવામાં આવેતો વલભીપુર આસપાસ આ ઉદ્યોગ સ્થાપી શકાય તેમ છે.
ટોપટેનમાં હીરા અગ્રણીઓ વલભીપુરના
હિરા ઉદ્યોગની અંદર જેની ટોપ ટેનમાં ગણના થાય છે તેમાંથી મોટા ભાગના આ તાલુકાના ઉદ્યોગ પતિ છે. તાલુકાના ભોજપરા ગામના વતની દ્વારા વર્ષો પછી હીરા ઉદ્યોગનું મોટુ સંકુલ કહી શકાય તે મારૂતી ઈમ્પેક્ષ પેઢી દ્વારા સ્થાપના સાથે કાર્યરત થયું છે. જે હાલમાં રણમાં મીઠી વીરડી સમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.