ડો. દેવાંશી કમલેશભાઈ શાહે તાજેતરમાં લેવાયેલી MD અને MS ડિગ્રી માટે( પોસ્ટ GRADUATE ડૉક્ટર બનવા માટે)ની ઓલ ઇન્ડિયા લેવલે લેવામાં આવતી એન્ટ્રેન્સ ટેસ્ટ નીટ પીજી પરીક્ષામાં બે લાખ વિદ્યાર્થીમાંથી 43મો રેન્ક મેળવેલ છે. ભાવનગર જિલ્લાભરમાં નંબર વન રેન્ક મેળવેલ છે જ્યારે સમગ્ર ગુજરાતમાં ટોપ ટેનમાં તેનો નંબર છે. ડો દેવાંશી ભાવનગરના મગજ અને માનસિક રોગના નિષ્ણાત ડો કમલેશભાઈ શાહના પુત્રી છે.
દેવાંશી શાહે જણાવ્યું હતુ કે તેણે ધો.10થી 12 સાયન્સમાં બી ગ્રુપમાં ભાવનગરની જ્ઞાનમંજરી શાળામાં અભ્યાસ કર્યા બાદ તમામ ધોરણમાં પરિણામમાં 99.99 પર્સન્ટાઇલ આવ્યા બાદ તેને નીટ પસાર કર્યા બાદ રાજ્ય કે રાષ્ટ્રની કોઇ પણ મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હતુ પણ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ લઇને તેણીએ હવે પીજી નીટમાં ગુજરાતમાં ટોપ ટેન તેમજ દેશભરમાં 43મો ક્રમ મેળવી સફળતા અંકે કરી છે. દેવાંશીનું પારિવારીક બેકગ્રાઉન્ડ તબીબી રહ્યું છે જેમાં તેના પિતા ડો.કમલેશભાઇ શાહ મગજ અને માનસિક રોગના નિષ્ણાત છે સાથે તેના માતા આયુર્વેદના તબીબ છે.
દેવાંશીનો ભાઇ ધર્મિન શાહ પણ મગજ અને માનસિક રોગના નિષ્ણાતમાં એમડીના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે.આ ઉપરાંત શાહ પરિવારમાં કમલેશભાઇના બહેનો તથા ભાઇ અને ભાઇ તથા બહેનોના પુત્રો પણ ડોકટર છે.દેવાંશીને હવે એમડી સ્પેશિયાલિસ્ટ થવું છે.
સાથે ભાવનગરમાં જે રોગના નિષ્ણાત ન હોય તેવા ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ, એન્ડોક્રાઇનોલોજીસ્ટ તેમજ રૂમેટોલોજીસ્ટ જેવા ક્ષેત્રે આગળ વધીને આરોગ્ય ક્ષેત્રે દર્દીની સેવા કરવી છે. તેને દેશની કોઇ પણ ટોચની મેડિકલ સંસ્થામાં હવે પ્રવેશ મળી જશે. દેવાંશી શાહ અભ્યાસમાં તો અત્યંત તેજસ્વી તો છે જ પણ સાથે ખાસ તો નૃત્યનો શોખ છે અને ભારતનાટયમમાં નવ વર્ષની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આરંગેત્રમનું સ્ટેજ પર્ફોર્મન્સ પણ આપીને નૃત્ય ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.