તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:ભાવનગરને દરેકના સહકારથી સ્વચ્છ બનાવવાનો દ્રઢ સંકલ્પ

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા મહાનગર પાલિકાના સહયોગથી ‘મારૂ ભાવનગર, સ્વચ્છ ભાવનગર’ અભિયાનનો પ્રારંભ
  • 60 દિવસ સુધી સ્વચ્છતા ઝુંબેશ, દરેક મહોલ્લામાં એમ્બેસેડર, વોલ પેઈન્ટિંગ, કવિ સંમેલન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે

દેશમાં ચાલતા સ્વચ્છતા સર્વેમાં ભાવનગર શહેર 1થી10 નંબરમાં રેન્ક મેળવે તેના માટે તા.17 સપ્ટેમ્બરથી દિવ્ય ભાસ્કર ગ્રુપનાં સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા 60 દિવસ માટે ‘મારું ભાવનગર, સ્વચ્છ ભાવનગર’, અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સહયોગથી મેયર મનહરભાઈ મોરીના અધ્યક્ષસ્થાને અન્ય મહાનુુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કાર્યક્રમ દ્વારા કેમ્પેનનો વિધિવત પ્રારંભ કરાયો છે.

પ્રતાપભાઈ શાહ, મનસુખભાઈ માંડવિયા, વિભાવરીબેન દવે, જીતુભાઈ ‌વાઘાણીએ શુભેચ્છા વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર સમાચાર યુિનટ હેડ રૂપેશભાઈ સેને સમગ્ર 2 મહિનાના કાર્યક્રમોની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રૂપરેખા આપી હતી અને એક્ઝિક્યુટિવ એડિટર તારકભાઈ શાહે સૌને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, દિવ્ય ભાસ્કર સૌરાષ્ટ્ર રિજીયન માર્કેટીંગ હેડ જયદીપભાઈ મહેતા, શહેરના અગ્રણીઓ દેવેનભાઈ શેઠ, સુનિલભાઈ વડોદરિયા, વિઠ્ઠલભાઈ મેંદપરા, કૌટીલ્ય ત્રિવેદી, મનહરભાઈ રાઠોડ, અનિલભાઈ ત્રિવેદી, ડો.દર્શન શુક્લ, ભદ્રેશ મહેતા, રાજીવ પંડયા, કે.કે.સરવૈયા, વિઠ્ઠલ મેંદપરા, અવિનાશ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.કાર્યક્રમનું સંચાલન પુનિત પુરોહિતે કર્યું હતું.

કવિ સંમેલન, શોર્ટ ફિલ્મ, બ્રાન્ડ એમ્બેસેડર સહિતના વિવિધ આયોજન
યુનિટ હેડ રૂપેશભાઈ સેને 60 દિવસની બ્લ્યુપ્રિન્ટ રજૂ કરતાં કઈ રીતે કેમ્પેન ચાલશે તેની છણાવટ કરી હતી. જેમાં કવિ સંમેલન, શોર્ટ ફિલ્મ, સોસાયટીના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર, સોશ્યિલ ડિસ્ટન્સ વોક, સ્વચ્છતા એવોર્ડ, લાઈવ કોન્સર્ટ, સ્ટ્રીટ વેન્ડર કોમ્પિટીશન, નુક્કડ નાટક, ડિઝીટલ પ્રતિજ્ઞાપત્ર, વોલપેઈન્ટીંગ જેવી ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ ઝુંબેશને પહોંચાડવા પ્રયત્નશીલ રહેશે. મારા દ્વારા શહેરીજનોને આહ્વાન છે કે, તમે સૌ કેમ્પેઈનમાં જોડાવ અને શહેરને મારું ભાવનગર સ્વચ્છ ભાવનગર બનાવો.

ગંદકીના ફોટા મોકલો, અમે સફાઈ કરીશું : કમિશનર
કમિશનર એમ.એ. ગાંધીએ જણાવ્યું કે, "" સમગ્ર શહેરની જનતાને મારું જાહેર આહવાન છે કે અમને કામ આપો. સ્વચ્છતા એપ ડાઉનલોડ કરો, તેમાં ગંદકીના ફોટા પાડીને અમને મોકલો. અમે સફાઈ કરીશું જ અને ત્યારબાદ અમને ફીડબેક આપો. આ રીતે કામ કરીશું તો જરૂર આપણે ભાવનગરને 42માંથી ટોપ-10 સુધીના ક્રમમાં લઈ જઈશું. માત્ર સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવાથી કશું થશે નહીં પરંતુ તેનો ઉપયોગ વધારવો પડશે.

શહેરીજનોએ ખૂબ મોટા પ્રમાણમાં સ્વચ્છતા એપનો ઉપયોગ વધારવો જરૂરી છે.'' તેમણે દેશના સર્વેક્ષણમાં ઈંદોર અગ્ર ક્રમે રહે છે. તે બાબતનો ઉલ્લેખ કરી જણાવ્યું હતુ કે ઈન્દોરનો અમે અભ્યાસ કર્યો છે માત્ર કચરો દૂર કરવાથી નહી પણ અમૂક નિર્ણયો શહેરના હીતમાં કઠણ બનીને પણ લેવા પડશે રખડતા ઢોરો, સ્ટ્રીટ વેન્ડરો અને ફુટપાથ બજાર અંગે કઠણ નિર્ણયો લેવામાં સાૈને સહકાર આપવા અને સાથે મળી લક્ષ્યાંક હાંસલ કરવા અપિલ કરી છે.

60 દિવસના અભિયાન માટે આર્થિક સહયોગ
આ સમારોહમાં વિવિધ વક્તાઓએ આ અભીયાન માત્ર સૌરાષ્ટ્ર સમાચાર કે મહાનગર પાલિકાનું જ નથી પણ આ અભીયાન આપણા સૌનું છે તેવો સુર વ્યક્ત કર્યો હતો. શેઠ કન્સ્ટ્રશનના અપૂર્વ શેઠે પ્રારંભીક પહેલમાં 60 દિવસના અભીયાન માટે રૂા.60,000ની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...