સ્પર્ધા:ચહેરા પર કરચલી અને કાંડાએ તાકાત ગુમાવી હોવા છતાં 1500 વડીલો સ્પર્ધાઓમાં જોડાયા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવતર ઓલમ્પિકને રાજ્યભરમાં લઈ જવા રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

ભાવનગરમાં નવા વર્ષની શરૂઆત 2 જાન્યુ.થી માવતરના ઓલમ્પિકથી કરવામાં આવી. રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ ઓલમ્પિકની મશાલ પ્રગટાવી અને એ મશાલનું સ્વાગત ફુલહારથી કરી તેનું સ્થાપન મંત્રી હર્ષભાઈ સંઘવીએ કરેલ બાદ દીપ પ્રાગટય સ્વાગત જેવી પરંપરા કરી વિભાવરીબેને સ્વાગત પ્રવચનમાં કરેલ રતનકરજી એ આ વિશિષ્ટ આયોજન પહેલીવાર નિહાળતા હોય વડીલો ના જુસ્સા ને બિરદાવેલ આશીર્વાદ માગેલ હર્ષભાઈ એ રમતગમત મંત્રી તરીકે આ કાર્યને રાજ્ય ભરમાં લઇ જવા તૈયારી બતાવી, વિશિષ્ટ ઓલમ્પિકથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું.

1500થી વધુ માવતર 12 થી વધુ રમતો સવારે 10.30 થી સાંજે 6.30 સુધી 8 કલાક સુધી ઉત્સાહભેર રમતો રમ્યા આશરે 100 જેટલા ઇનામો મોમેન્ટો ફળવાયા મુખ્ય વિજેતાઓ જોઈએ તો અતિ મુશ્કેલીથી માંડ માંડ ડગુ મગુ ડગુ મગુ ચાલતા ખુરશી પર બેસી પણ ના શકતા નિરુબેન મકવાણા સંગીત ખુરશીમાં પ્રથમ ક્રમે આવ્યા ક્રિકેટની વિનર ટિમ વસુદેવસિંહની આર. સી.સી ક્રિકેટ ટિમને રનર્સ-અપ હરેશ મકવાણાની ફ્રેન્ડઝ ટિમ રહી જયારે વોલીબોલમાં પ્રવીણભાઈની બજરંગ બી ટિમ વિજેતા રહી

જ્યારે ગુણવંતભાઈની માવતર ટિમ રનર્સ-અપ રહી રસ્સાખેંચ ભાઈઓમાં બજરંગ ટીમે વિજેતા થઈ મહિલાઓમાં સુભાષનગરની મામા ટીમ મેદાન મારી ગઈ ગોળા ફેક 50 મીટર દોડ નિશનબાજી લીંબુ ચમચી લોટફૂંક સ્લો સાયકલિંગ વિગેરે વિજેતાઓને ઇનામો 100 થી વધુ ટ્રોફી, મોમેન્ટો ઇનામો આપાયા. બહેને જણાવેલ કે મારા માવતર કેવા છે એમની આંખોમાં ભલે ઝાંખપ આવી હોય પણ એમણે વિશ્વાસને ઝાંખો પડવા દીધો નથી એમના કાંડાની તાકાત ભલે ઘટી હોય એમણ હિંમતને ઘટવા દીધી નથી.

અન્ય સમાચારો પણ છે...