તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીના સગાઓનો આક્ષેપ:લાશ લેવા માટે 7 કલાકથી રઝળપાટ છતાં તંત્રની સંવેદના જાગતી નથી

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
આઈસોલેશન વોર્ડમાં દર્દીઓની ભીડ - Divya Bhaskar
આઈસોલેશન વોર્ડમાં દર્દીઓની ભીડ
 • સર ટી.માં બેડ, સ્ટ્રેચર, એક્સ-રે અને લાશ મેળવવા માટે દર્દી અને તેના સગા-વ્હાલાની દોડધામનો આંખે દેખ્યો ચિતાર
 • સર ટી. હોસ્પિ.માં ટેસ્ટીંગ... વેઈટીંગ... એન્ડીંગ...

સર.ટી ખાતે આવતા દર્દીઓ બેડ મેળવવા માટે, બેડ મળી જાય તો ઓક્સિજન અને સ્ટ્રેચર માટે હેરાનગતિ ભોગવી રહ્યાં છે. ઘણા દર્દીઓ એક્સ-રે, સ્ટ્રેચર લઇ જવા મદદ માટે અને કેટલાક કમનસીબ દર્દીઓના સગાવહાલા મર્યા પછી મૃત દેહ માટે પણ વલખા મારી રહ્યાં છે. સરકારી આંકડા અને તંત્ર અનુસાર કોવિડની પરિસ્થતિ કાબુમાં છે. પરંતુ મંગળવારે બપોરે દોઢ વાગ્યા સુધીમાં 22 દર્દીઓની મૃત્યું થઇ છે. તંત્ર દ્વારા બેડની પૂરતી સુવિધા હોવાની બાંગીઓ ફુંકવામાં આવે છે.પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર છે.

કે દર્દીઓ જમીન પર બેસીને અને ખુરશી પર બેસીને સારવાર લઇ રહ્યાં છે. આઇસોલેશન વોર્ડમાં શાક બકાલાની માર્કેટ જેવો માહોલ છે. કારણ કે દર્દીઓ ચોમાસામાં બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે. સ્મસાનમાં પણ અંતિમક્રિયાનું વેઇટીંગ લીસ્ટ લાંબુ છે. તંત્ર દ્વારા અંદાજે 275 જેટલા બેડ કોરોના માટે આવેલા છે. જે માંથી 90 હજુ સુધી ખાલી પડેલા છે. તેવી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ હકીકતમાં તમામ બેડની સંખ્યા પૂરી થઇ ચુકી છે.

બાકીના દર્દીઓએ જમીન પર બેસીને ઓકસીજન તો ન જ લેવો પડે ઉપરાંત જે જર્જરીત બિલ્ડીંગમાં જાનહાની થઇ શકવાની શકયતાઓના પગલે તમામ OPD ખસેડવામાં આવી હતી. તે બિલ્ડીંગમાં હવે મેઇન અને ફીમેઇલ સર્જીકલ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓને અને કોરોનાના લીધે મૃત્યુનો દર એટલો બધો વધી ગયો છે કે, જે સર્જીકલ વોર્ડને જાનહાની ન થાય તે માટ સ્થાળાંતરીત કરવામાં આવ્યા હતા. તે વોર્ડ છેલ્લા 3 દિવસથી ફરીથી સર.ટી ની OPD બિલ્ડીંગમાં કાર્યરત થયા છે. એટલે દર્દીઓને કોરોનાનો ભય હોય કે ન હોય જર્જરીત બિલ્ડીંગનો તો રહેશે જ.

ત્રણ જિલ્લાની સૌથી મોટી સરકારી સર ટી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કારણે લગભગ હાઉસફુલ જેવી છે. આ હોસ્પિટલમાં દર્દી તેના સગાવ્હાલાને પડતી અગવડ અને સંવેદના હિન તંત્ર સામેના તેમના આક્રોશ અંગે જીવના જોખમે સ્થળ પર જઈ સૌરાષ્ટ્ર સમાચારે મેળવેલો વાસ્તવિક સ્થિતિનો અહેવાલ ચોંકાવનારો છે...

વોર્ડમાં જમીન પર બેસી ઓક્સિજન લેતાં દર્દીઓ
વોર્ડમાં જમીન પર બેસી ઓક્સિજન લેતાં દર્દીઓ

મૃતદેહ સોંપવામાં વાર લાગતી નથી
સર.ટી ખાતે 275 જેટલા બેડ છે. જેમાંથી 118 કોરોનાના દર્દીઓ અને 47 કોરોના માટે શંકાસ્પદ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. સર.ટી ખાતે કુલ 200 જેટલા વેન્ટીલેટર આવેલા છે. જેમાંથી 2 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 22 જેટલા બાય પેપ મોડ પર છે. મૃતદેહ સોંપવામાં વાર લાગતી નથી. - ડો.બ્રહ્મભટ્ટ, સર ટી. હોસ્પિટલ

7 કલાક બાદ પણ મૃતદેહ માટે વલખા
55 વર્ષના મનીષભાઇ ભટૃ પોતાની સાસુની સારવાર લેવા માટે અહીં આવે છે. મંગળવારે સવારે તેમની સાસુમાં શર્મીષ્ઠાબેન જાનીનું મૃત્યુ થાય છે. સવારે 7 વાગે તેમને ખબર મળી છે. કોવીડ વોર્ડની બહાર બપોરે દોઢ વાગ્યા સુધી રાહ જોયા બાદ પણ તેમને મૃતદેહ મળ્યો નથી. સંવેદનાહિન તંત્ર દ્વારા હજુ 4 વાગશે તેવી વાત કરવામાં આવી રહી છે. તેઓ સવારના બેઠા છે અને કહે છે કે મૃતદેહની લાઇન લાગી છે. મરેલા લોકોને લઇ જવા માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી. સવારે 10 વાગ્યે બીજી એક એમ્બ્યુુલન્સ મુકવામાં આવી છતાં એક એમ્યુલન્સમાં બે દર્દીઓને લઇ જવાય છે.

ફઇ નેગેટીવ હોવા છતાં રજા અપાઇ નથી
મહુવા ખાતે એક દિવસ પહેલા જ પોતાના ફુઆને ગુમાવી ચૂકેલા હનીફ સેલોત (24 વર્ષ) પોતાના ફઇને લઇને સર.ટી હોસ્પિટલ આવ્યો અને તેમને દાખલ કરાવ્યા તેમના ફઇ પાસે મોબાઇલ ન હોવાથી તેમનો કોઇ કોન્ટેકટ પણ થઇ શક્યો નથી. તેમને જાણવા મળ્યું કે તેમના ફઇ મરીયમબેન સોરઠીયા (48 વર્ષ) હવે નેગેટીવ છે. તેઓ મહુવાથી છેક અહીં આવીને 14 કલાક થી રાહ જોઇ રહ્યાં છે. છતાં તેમના ફઇને રજા આપવામાં આવી નથી. પોતાની નોકરીમાંથી રજા લઇને અહીં રાત્રીના રાહ જોઇ રહ્યાં છે.

સર ટી. ખાતે રોજિંદા 400 દર્દીઓને એક્સ-રે કરાવવા માટે મુશ્કેલી
બેમાંથી ફક્ત એક જ એક્સ-રે મશીન શરૂ હોવાથી
સર.ટી હોસ્પિટલની ઓપીડી બિલ્ડીંગમાં કુલ બે એકસ-રે મશીન આવેલા છે. આ બે મશીનમાંથી એક મશીન ટેકનીકલ કારણોસર ખરાબ છે. સર.ટી હોસ્પીટલ ખાતે જિલ્લામાંથી દૂર -દૂરથી સારવાર કરાવવા માટે લોકો આવે છે. ત્યારે ફકત એકજ એક્સ-રે મશીન શરૂ હોવાથી દર્દીઓની લાંબી લાઇનો લાગે છે. સર.ટી ખાતે રોજ અંદાજીત 400 જેટલા દર્દીઓ એક્સ-રે કરાવવા માટે આવે છે. પરંતુ એક્સ મશીન બંધ હોવાના લીધે દર્દીઓની કોરોનાના સમયમાં પણ લાઇન લાગી છે.

કોરોનાના કપરા સમયમાં લોકોએ લાઇન લગાવીને ઉભુ રહેવું પડે છે. એ ખૂબજ ધ્યાજનક ઘટના છે. જે દર્દીઓ દૂર-દૂર થી આવે છે. અને ફકત એક જ વ્યકિત સાથે કે એકલા આવે તે તમામ લોકોની તકલીફનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો