વિવાદ:દબાણ સાબિત થવા છતાં સરપંચ સામે કાર્યવાહી ન કરાતા આંદોલનની ચિમકી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મથાવડા ગામના સરપંચ સસ્પેન્ડ થાય તો કરેડા ગામના સરપંચ કેમ નહીં ?

તળાજા તાલુકાના મથાવડામાં સરપંચના પિતાના ગેરકાયદેસર દબાણમાં સરપંચ સસ્પેન્ડ થાય તો ઘોઘા તાલુકાનાં કરેડા ગામે સરપંચના દિકરા અને તેના દબાણમાં કરેડા ગામના સરપંચ કેમ સસ્પેન્ડ નહી ? આ અંગે કરેડા ગામના સમરથસિંહ જેસુભા ગોહિલે જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.ઘોઘા તાલુકાના કરેડા ગામના સામાજિક આગેવાન સમરથસિંહ ગોહિલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ભાવનગરને પુરાવા સાથે કરેડા ગામના સરપંચ દ્વારા સરકારી જગ્યામાં દબાણ કરેલ તેની રજુઆત કરવામાં આવી હતી તેની તપાસ ભાવનગર તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી જેમા સાબિત થયું છે કે સરપંચ દ્વારા કરવામાં આવેલ દબાણ ગેરકાયદેસર છે.

જિલ્લા વિકાસ અધિકારીએ એક સામાન્ય અરજીમાં તળાજા તાલુકાના મથાવડાના સરપંચના પિતાના સરકારી જગ્યામાં દબાણના કારણે તે સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ કરેડા ગામના સરપંચનું દબાણ સાબિત થવા છતાં કરેડાના સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. સામાજીક આગેવાન સમરથસિંહ ગોહિલ દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખીને કરેડા ગામના સરપંચને છાવરનાર અધિકારીઓ સામે પગલા ભરવા રજુઆત કરવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં નહી આવે તો જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...