હૂકમ:કોર્ટનો હૂકમ છતાં નિયામકે 4 વર્ષ બાદ ભાવનગર યાર્ડને આપી અપીલની સૂચના

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતીમાં ખોટું કરનારાને શિક્ષા કરવાની રજૂઆત હતી
  • હાઇકોર્ટના હૂકમ સામે ચાર સપ્તાહને બદલે નિયામકે છેક ચાર વર્ષે જવાબ આપ્યાનું જણાવતા પૂર્વ ચેરમેન

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડાયરેક્ટર્સ, ચેરમેન અને સેક્રેટરીએ ભરતીમાં વહાલાદવલાની નીતિ રીતિ અપવાની કાયમી કર્યાનો આક્ષેપ કરી ભાવનગર યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ જાજડીયાએ તા.29 એપ્રિલ, 2016ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર, ખેત નિયામકને માર્કેટ યાર્ડના ચેરમેન, સેક્રેટરી, સરકારના સચિવ સમક્ષ અરજી કરીને એક તરફી લેબર કોર્ટના હૂકમ સામે અપીલ કરવા જણાવ્યું પણ અધિકારી અને પદાધિકારીના ના સગા વહાલા હોય સેક્રેટરીએ તત્કાલ અસરથી હૂકમ કર્યા હતા.

આ ખોટા હૂકમ સામે ભીખાભાઇએ હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરી હતી. પણ તેને ધ્યાને લેવાઇ ન હતી. આથી બાદમાં કોર્ટના ચૂકાદાના આધારે નિયામક અને સરકાર સામે રિવિઝન અરજી કરેલી તેનો ચૂકાદો હાઇકોર્ટે 24 ડિસેમ્બર, 2018ના રોજ આપેલો કે નિયામકે આ ખોટી ભરતી બાબતે ચાર અઠવાડિયામાં નિર્ણય કરવો. પણ આ પ્રકરણમાં ચાર અઠવાડિયાને બદલે છેક ચાર વર્ષ એટલે કે હવે હૂકમ કર્યો છે કે ભાવનગર માર્કેટ યાર્ડે આ પ્રકરણમાં અપીલ કરવી. આમ નિયામકે પણ ખોટી ભરતી સામે શિક્ષા કરવાને બદલે આવો હૂકમ કર્યો છે તેમ ભીખાભાઇ જાજડીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...