રજૂઆત:રૂપાવો નદી પર અકસ્માતો છતાં તંત્રની હજુ આંખ ઉઘડતી નથી

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પુલનું કામ શરૂ નહીં થાય તો આંદોલનની ચિમકી
  • પુલ વગર માત્ર કોઝવે પરથી પસાર થવાથી તાજેતરમાં બેના મોત નિપજતા લોકોમાં રોષ

મહુવા તાલુકાના તલગાજરડા -તરેડ રોડ ઉપર આવેલ રૂપાવો નદી પર વારંવાર અકસ્માત થાય છે.રૂપાવો નદીમાં અનેક વખત અકસ્માતથી મૃત્યુ પામ્યા છતા પણ તંત્રની આંખ ઉઘડતી નથી તો આમા જવાબદાર કોણ ? તલગાજરડા નદી પર કોઝવે પુલ ન બનતા હોવાથી અકસ્માતમાં પહેલા જાનવી કળસરીયા તથા 20 દિવસમાં વિપુલભાઇ જેરામભાઇ કળસરીયાનું બીજુ મૃત્યુ થયેલ છે. મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરીવારને 20-20 લાખ જેવી વળતરની રકમ તાત્કાલિક વસુલી મૃત્યુ પામનારના પરિવારોને ચુકવવા માંગ કરાય છે.

તલગાજરડા-તરેડ રોડ ઉપર રૂપાવો નદી ઉપર દિવસ-7માં કોઝવે પુલનું કામ શરૂ કરવામાં નહી આવે તો તલગાજરડા ગામના વેલજીભાઇ વાલાભાઇ કળસરીયાએ ગાંધી ચિંધ્યા માર્ગે બેસી અને હવે પછીથી કોઇ અકસ્માત થશે તો તેની સંપુર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી પત્ર દ્વારા મુખ્યમંત્રી, કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...