ભાવનગરના તકવંચિત બાળકો માટે રાઇટ ટૂ એજ્યુકેશનની જોગાવઇ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ બેઠક ક્ષમતાના 25 ટકા બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની જોગવાઇ હેઠળ પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે જેમાં ભાવનગર શહેરમાં કુલ 101 બેઠકો ખાલી રહી ગઇ છે.
ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઇ અંતર્ગત ધો.1માં 25 ટકા તકવંચિત અને ગરબી બાળકો માટે બોઠકો અનામત હોવાના નિયમ હેઠળ પ્રથમ રાઉન્ડમાં ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ ભાવનગર શહેરમાં કુલ 114 પ્રાથમિક શાળાઓમાં 1058 બેઠકો પર પ્રવેશની ફાળવણી કરવાની છે અને તે મુજબ કુલ 5168 ફોર્મ શહેર કક્ષાએ ભરાયા હતા તે પૈકી 4481 ફોર્મ મંજૂર થઇ ગયા હતા.
આ ફોર્મ પૈકી 305 રિજેક્ટ થયા હતા જ્યારે 382 ફોર્મ દર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રક્રિયા અંતર્ગત 1058ને શાળાઓમાં બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. તેમાંથી 957 વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના સંતાનને જે શાળામાં આરટીઇ અંતર્ગત એડમિશન મળેલું ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટસ જમા કરાવ્યા હતા આ ડોક્યુમેન્ટસ પૈકી 30 ડોક્યુમેન્ટમાં કોઇને કોઇ ખામી હતી.
ધોરણ 1 કે 2માં બાળક હાલ ભણતું હોય કે અન્ય કારણો હતા. આથી આ બાળકોના ડોક્યુમેન્ટ ખોટા હોય પ્રવેશ રદ કરાયો હતો. આ ઉપરાંત અન્ય 71 બાળકો કે તેમના વાલીઓએ પ્રવેશ માટે શાળાનો સંપર્ક જ કર્યો ન હતો. આમ, શહેરમાં કુલ 101 જગ્યા 114 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ખાલી રહી ગઇ છે આ 101 જગ્યા માટે હવે પછીના રાઉન્ડમાં એડમિશન મળી શકશે. બીજો રાઉન્ડ આગામી સમયમાં વડી કચેરી દ્વારા સમયપત્રક જાહેર કરવામાં આવશે તેમ ડીઇઓ કચેરી દ્વારા જણાવાયું હતુ.
ભાવનગર જિલ્લામાં ધો.1માં ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ 861 બાળકોન. પ્રવેશ મળવાપાત્ર છે. આ વર્ષે 25 ટકા બેઠકો મુજબ રાજ્યની 9955 સ્કૂલોમાં 71396 બેઠકો ઉપલબ્ધ થઈ છે. જેની સામે પ્રથમ રાઉન્ડમાં 64463 બાળકોને પ્રવેશ મળી શક્યો છે.જ્યારે 6933 બેઠકો પસંદગીના અભાવે ખાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.