તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મો અને પ્રેક્ષકોની અછત:મંજૂરી છતાં શહેરનાં થિયેટરો ઓગસ્ટ સુધી બંધ રહેશે

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બીજા રાજ્યોમાં આંશિક નિયમોનાં પાલનને લીધે પણ નવી ફિલ્મો નહિ આવે
  • કોરોના કાળમાં સિનેમા સંચાલકોએ પોતાનો 50 થી 70 ટકા સ્ટાફ ગુમાવી દીધો

ગુજરાત સરકાર દ્વારા કોરોના ની બીજી લહેર હળવી પડતા કેટલીક છૂટ અને સિનેમા ને 50 ટકા ની ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવતા બાદ સિનેમા ચાલકો જુલાઈ મહિનાનાં પ્રથમ અઠવાડિયામાં સિનેમા ખોલવાનું વિચારી રહ્યા હતા. પરંતુ હજી જે મુજબ પરિસ્થતિ છે સિનેમા સંચાલકો દ્વારા હજી ઓગસ્ટ મહિના સુધી સિનેમા નહિ ખોલી શકાય તેવી વાત કરવામાં આવી રહી છે. કારણકે ત્યાં સુધી દર્શકોનું થિયેટર માં મૂવી જોવા આવવું શક્ય થશે નહિ.

કોરોના માં સિનેમા સંચાલકો એ પોતાનો 50 થી 70 ટકા સ્ટાફ ગુમાવી દીધો છે. ભાવનગર નાં મેક્સેસ, ટોપ થ્રી, અપ્સરા ટોકિઝ અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક નાં સંચાલકો જ્યાં સુધી પૂર્ણ ખાતરી ન થાય સિનેમા ખોલવાનું જોખમ લેવા તૈયાર નથી.

ગુજરાત બહાર ઘણા રાજ્યોમાં પણ હજી આંશિક નિયમો નું પાલન કરવું પડી રહ્યું છે અને ત્રીજી લહેરની શક્યતાઓ ખૂબ નજીક દેખાઈ રહી છે ત્યારે હાલમાં થીયેટરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કોરોના કાળમાં ભલે રાહત મળી હોય પરંતુ હજુ પ્રેક્ષકો થિયેટરો ભણી આવવા તૈયાર થયા નથી. આ ઉપરાંત નવા હિન્દી ફિલ્મો પણ હાલ તૈયાર નથી એટલે તત્કાલ થિયેટરો શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી.

હવે જ્યારે નવું પિકચર આવે ત્યારે જ પ્રેક્ષકો આવે
કોરોના દરમિયાન ખૂબ મુશ્કેલી પડી હતી અને 50 ટકા જ સ્ટાફ બચ્યો હતો. અત્યારે તો ઉપરથી પણ થિયેટર શરૂ કરવાની અમને સૂચના મળી નથી. અત્યારે થિયેટર શરૂ કરીએ તો પણ લોકો જોવા આવે તેવું કોઈ પિકચર નથી આવી રહ્યું. ઑગસ્ટ બાદ અક્ષય કુમાર ની ફિલ્મો આવશે તો કદાચ થીયેટરો ફરીથી શરૂ થાય. > મનીષભાઈ પારેખ, મેક્સસ સિનેમા

મોટા શહેરોને પરવાનગી મળે પછી જ કઈક વિચારી શકાય
હજી પણ મુંબઈ અને દિલ્હી જેવા સ્થળો પર પરવાનગી મળી નથી. સમગ્ર ભારત માં 17 જેટલા સેન્ટર છે જ્યાં ફિલ્મો ની વહેંચણી કરવામાં આવે. આ આખો રૂટ જ અત્યારે બંધ જેવો છે કારણકે ફિલ્મો નથી. ફિલ્મો બને તો પણ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરો ન ખૂલે ત્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાની ફિલ્મ રિલીઝ કરવા તૈયાર ન થાય.અમે હજી સુધી થિયેટર ખોલવું કે નહિ તે અંગે કોઈ વિચારણા કરી નથી. હાલમાં તો થિયેટર ખોલ્યા બાદ પણ લોકો આવશે કે નહિ તે પ્રશ્ન છે. > કિશનભાઇ સોમૈયા, અપ્સરા ટોકીઝ

અન્ય સમાચારો પણ છે...