વિશ્વ ધરોહર સપ્તાહ:ભાવેણાના ઐતિહાસિક સ્થાપત્યોની ડિઝાઈન અંગ્રેજ ઈજનેરની દેન

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર ટી. હોસ્પિટલ, નિલમબાગ, દરબારી કોઠાર જેવા બાંધકામોની ડિઝાઈન બનાવેલી

હાલમાં વિશ્વ હેરિટેજ અઠવાડિયા ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગરનાં ઘણા બધા ઐતિહાસિક સ્થળો વિશે લોકોને માહિતી છે. પરંતુ આ સ્થળો જેમની દેખરેખ અને પ્લાનિંગ નીચે બન્યા છે તેઓ છે સર રીચાર્ડ પ્રોકટર સીમ્સ. તેઓ ભાવનગર સ્ટેટના 25 વર્ષ સુધી ચીફ ઇજનેર રહ્યા હતા. રીચાર્ડ પોકટર સીમ્સ ભાવનગરમાં 1875ની સાલ માં ચીફ ઇજનેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેમને પ્લાનિંગ અને ડીઝાઇન નો ખુબ શોખ હતો આથી આપણા મહારાજા સર તખતસિંગજી એ વિવિધ ઇમારતોના પ્લાનિંગ અને ડીઝાઇનની જવાબદારી તેમને સોંપી હતી જેમાં આલ્ફ્રેડ હાઇસ્કુલ , શામળદાસ કોલેજ, સર.ટી. હોસ્પિટલ, બાર્ટન લાઇબ્રેરી, દરબારી કોઠાર, જૂના બંદર, નવા બંદર, પીપાવાવ બંદર, નિલમબાગ પેલેસ સહિતના ઐતિહાસિક સ્મારકો નું બાંધકામ કરાવેલ છે. તેમજ ગટર ના પાણી ના નિકાલ ની વ્યવસ્થા પણ તેમના દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ સાથે તેમણે પોર્ટ ના બાંધકામ માં પણ ઘણું કામ કરેલ છે. તેમનું છેલ્લું કાર્ય હાલ ના પીપાવાવ પોર્ટની બાજુ માં આવેલ પોર્ટ આલ્બર્ટ વિક્ટર નું બાંધકામનું હતું. અને ત્યાંજ તેમનું કોલેરાને કારણે ચાલુ ફરજ પર મૃત્યુ થયું. તેમની યાદમાં મહારાજા ભાવસિંહજી બીજાએ ભાવનગરમાં કુલ ત્રણ જગ્યાએ ફુવારા બનાવ્યા. હેરિટેજ ઇન્ટર પ્રીટર તીર્થ ઊંડવિયા નાં જણાવ્યા અનુસાર તેમની કબર આજે પણ હયાત છે.

અન્ય સમાચારો પણ છે...