ગૌરવ:નાયબ ચૂંટણી કમિશનર બી.એમ. કોમર્સમાં ભણી બોર્ડમાં પ્રથમ આવેલા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળિયાબીડમાં મકાન ભાડે રાખી અભ્યાસ કરેલો
  • નિતેશ વ્યાસ ધો.10 બાદ ધો.11-12 સાયન્સના અભ્યાસ માટે ભાવનગર આવેલા : પ્રથમ પ્રયાસે UPSC પાસ કરી

દેશમાં અત્યારના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર નિતેશ વ્યાસ એ મૂળ દામનગરના વતની છે. દામનગરની હાઈસ્કૂલમાં 10 ધોરણ સુધી ભણ્યા પછી આગળ અભ્યાસ માટે ઇ.સ. 1987 થી 89માં ભાવનગરની બી એમ કોમર્સ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો અને ધો. 11- 12 સાયન્સનો અભ્યાસ કરેલો.

ધો. 12 સાયન્સમાં બોર્ડમાં પ્રથમ નંબર પણ મળવ્યો હતો. તેઓ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ભાડે મકાનમાં રહીને અભ્યાસ કરતા અને અગાઉ જણાવ્યું તેમ 1988-89માં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે મેળવી બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ તથા ભાવનગરનું ગૌરવ વધાર્યું હતુ તેમા શાળાના પૂર્વ પ્રિ.પરેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતુ.

ત્યારબાદ એન્જિનિયર બનેલા અને પ્રથમ પ્રયાસે જ યુપીએસસી પાસ કર્યા બાદ આઈએએસ બન્યા પછી મધ્યપ્રદેશ કેડરના વિવિધ હોદ્દાઓમાં રહ્યાં અને ધાર જિલ્લા કલેકટર સહિતની વિવિધ જવાબદારી નિભાવીને હવે છેલ્લા બે વર્ષથી ચૂંટણી પંચના નાયબ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભાવનગરની બી એમ કોમર્સ હાઈસ્કૂલમાં બોર્ડમાં ત્રણ વખત પ્રથમ નંબર અલગ અલગ વિદ્યાર્થીઓ આવ્યા છે જેમાં નિતેશ વ્યાસ પણ એક છે તેમ મહેશભાઇ ધાંધલાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...