તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:પ્રજાકિય કામગીરીમાં કોરોનાથી મોત છતાં પરિવારજનો સહાયથી વંચિત

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતકના પરિવારને સ્વભંડોળમાંથી પણ સહાય મળવી જરૂરી
 • મેયરના ડ્રાઇવર સહિતના પરિવારને સરકારી સહાયનું ફદિયુ પણ મળ્યું નથી, કમિશનરે પણ કરી છે દરખાસ્ત

કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં ફરજરત રહેતા સરકારી કર્મચારીઓમાં તેમના પરિવારજનો પણ આર્થિક અને રોજગારી રીતે અસુરક્ષિત હોવાની નારાજગી ફેલાઈ છે. કોર્પોરેશનના ત્રણ કર્મચારીઓ સત્તાવાર રીતે કોરોનામાં મૃત્યુ નિપજ્યા બાદ બે કર્મચારીઓના પરિવારને સહાયનું ફદિયુ પણ મળ્યું નથી.

કોરોનાને કારણે સરકારી કર્મચારીનું મૃત્યુ નિપજે તો તેને કોઈપણ જાતની સહાય મળતી નથી કારણકે, સરકારી કર્મચારી કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં આવતા નથી. ગત વર્ષે કોરોનાના બિહામણા સ્વરૂપ સમયે સરકારે લોકડાઉન કરતા લોકો ઘરમાં પુરાઇ રહ્યા હતા ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ ફરજ બજાવતા હતા. જે સમયગાળામાં કોર્પોરેશનના ત્રણ કર્મચારીઓના સત્તાવાર રીતે કોરોનામાં મૃત્યુ નીપજયા હતા.

કોરોનાને કારણે મૃત્યુ નીપજ્યાનો પણ સરકારી ચોપડે જાહેર કરાયું હતું. જે ત્રણ કર્મચારીઓના પરિવારને સરકાર દ્વારા કરાયેલી 25 લાખની સહાય આપવા સરકારમાં પણ મોકલવામાં આવ્યું હતું. કોરોનામાં મૃત્યુ નીપજેલા કર્મચારીઓ પૈકી સફાઇ કર્મચારીને સહાય મળી ગઈ પરંતુ કોરોનામા સતત ફિલ્ડમાં રહેલા અને કોરોનાની ઝપટમાં આવી મૃત્યુ પામેલા મેયરના ડ્રાઇવરના પરિવારને ફૂટી કોડી પણ મળી નથી. કોરોના વોરિયર્સમાં ગણી તેના પરિવારને સહાય આપવા કમિશનર દ્વારા પણ સરકારમાં દરખાસ્ત કરાયેલ છે.

તેવી જ રીતે સ્ટોર વિભાગના કર્મચારીનું પણ કોરોનામાં મૃત્યુ નીપજયું હતું પરંતુ તેમના પરિવારને પણ કોઈ સહાય આપવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં કર્મચારીઓ પણ સુરક્ષિત હોવાનો અહેસાસ કરતા હોય છે. ત્યારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ આવા કિસ્સામાં મૃતકના પરિવારને સ્વભંડોળમાંથી સહાય આપવા અથવા વારસાઈ તરીકે નોકરીમાં રાખવા નિર્ણય લેવો જરૂરી બન્યો છે. જે માટે કર્મચારીઓમાં પણ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો