વર્કશોપ:ફેશન ડીઝાઇનીંગ વિભાગ દ્વારા નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે જરદોશી વર્કનો વર્કશોપ યોજાયો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોળમી સદીના હેરીટેઝ વારસાને જીવંત રાખવાનો પ્રયાસ

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ માટે જરદોશી વર્ક નો વર્કશોપ યોજવામા આવ્યો હતો.

જરદોશી વર્ક એ એક મહત્વનું વર્ક
ભારતીય સંસ્કૃતિનો કલાવારસો અતિ પ્રાચીન છે. પરંતુ સમયાંતરે આ વારસાને આપણે આજે ભૂલતા જઈએ છીએ. ભારતીય સંસ્કૃતિની 16મી સદીમાં જરદોશી વર્કની શરૂઆત થઇ હતી. આ જરદોશી વર્ક એ એક મહત્વનું વર્ક છે. આ વર્કમાં એક જ મટીરીયલના તારથી વર્ક કરવામાં આવે છે. જેમાં નકશી, સાદીકોરા, ટ્રાઈગલ કોરા, કસબ, વિગેરે તેના પ્રકાર છે. આ વર્કનો ઉપયોગ સાડી, ચણીયાચોળી, બ્લાઉઝ, શેરવાની, બ્રાઈડલ કલેક્શનમાં કરવામાં આવે છે.

બે દિવસીય વર્કશોપનું આયોજન
આજની યુવા પેઢી આ જરદોશી વર્કને સમજી અને જાણી શકે તે હેતુથી નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા આ બે દિવસીય વર્કશોપ ગુજરાતના ખ્યાતનામ હસ્તકલાના કલાકાર અંસારી શાહિદહુસેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...