વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર:ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું, હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચાર-પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ભાવનગર જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી વાતાવરણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને જેમાં આજ વહેલી સવારે ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, નજીકની વસ્તુ ના દેખાય તેવો ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી.

ધરતીએ રીતસર વાદળાની ચાદર ઓઢી
ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણ પલટો આવ્યા બાદ વાદળછાયું વાતાવરણને કારણે જિલ્લામાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે ભાવનગર પંથકમાં પણ ગઇકાલે છુટ્ટા છવાયા કમોસમી છાંટા પણ પડ્યા હતા જેના કારણે પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ઘણા લાંબા સમય પછી ભાવનગરમાં સવારે સાત કલાકે આવો અદભુત ધુમ્મસ નો નજારો જોવા મળ્યો છે. ભાવનગરની ધરતી એ રીતસર વાદળાની ચાદર ઓઢી છે. શિયાળો ઉનાળો, કે ચોમાસું નક્કી થઈ શકે એવું નથી પણ કોઈ પણ હિલ સ્ટેશન જેવું વાતાવરણ એકદમ ઠંડક અને વાદળાંઓ વચ્ચે ઉભા રહેવાનો પણ અત્યંત આનંદ આવ્યો હતો.

ધુમ્મસ થતા વાહનચાલકો લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી
ભાવનગર શહેર વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું હતું, સવારે બોરતળાવ પર હિલ સ્ટેશન પર હોય તેવું ગાઢ ઘુમમ્સ છવાયું હતું, શહેરના મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતા આહલાદક નજારો જોવા મળ્યો હતો, પણ વાહનચાલકોને થોડેક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા કારણકે ઘુમમ્સ એટલું ગાઢ હતું કે નજીકના અંતરે થી પણ કોઇપણ વસ્તુઓ દેખાતી ન હતી અને વાહન ચાલકોને ફરજીયાત પણે લાઈટો ચાલુ રાખી ને ધીમે ધીમે પસાર થવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...