તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છરજન્ય રોગોમા ઘટાડો:ડેન્ગ્યુ, મેલેરીયા, કમળાના નહિવત દર્દીઓ, ગત વર્ષે ડેન્ગ્યૂના દર્દીઓમાં 87 ટકા અને આ વર્ષે 98 ટકાનો ઘટાડો નોંધાયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાફ સફાઈ અંગે લોકોની વધતી જતી જાગૃતિ ઘટાડા માટે જવાબદાર

ભાવનગર જિલ્લામાં દર વર્ષે સીઝનલ ફ્લૂ, મચ્છરજન્ય રોગો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરેમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. અત્યાર સુધી ડેન્ગ્યુ ફીવર નાં દર્દીઓનો આંકડો ભાવનગર માં 500 થી વધારે અને કમળા નાં દર્દીઓનો આંકડો 150 થી બહાર રહ્યો છે. કોરોના નાં કેસ ની સંખ્યા જેમ જેમ વધી તેમ અન્ય રોગના દર્દીઓ ઘટતા ગયા છે. કારણકે લોકોની અવર જવર અને લોકલ ટ્રાન્ઝીશન પણ ઘટયું છે. ઉપરાંત કોરોના વાઇરસ નાં લીધે લોકોનું સાડા સફાઈ પ્રત્યે સજાગ થવું પણ આ ઘટાડાનું કારણ ગણી શકાય. આ વર્ષે સીઝનલ ફ્લૂ નાં ફક્ત બે દર્દીઓ નોંધાયા છે. જ્યારે મેલેરીયા નાં 6, ચિકનગુનિયાનાં 3 અને કમળા નાં 28 કેસ નોંધાયા છે.

આ તમામ આંકડાઓમાં કોરોના આવ્યો તે પહેલાના સમયની સરખામણીએ ખૂબ વધારે ઘટાડો જોવા મળ્યો છે. ડેન્ગ્યુ નાં દરદીઓમાં 2020 માં ડેન્ગ્યુ નાં દર્દીઓમાં 87 ટકા અને ઓગસ્ટ 2021 સુધીમાં 98 ટકા ઘટાડો થયો છે. જ્યારે કમળા નાં દર્દીઓમાં 2020 માં 73 ટકા અને 2021 ઓગસ્ટ સુધી 96 ટકા દર્દીઓનો ઘટાડો થયો છે. દર્દીઓ ઘટવા પાછળનું સૌથી મોટું કારણ લોકોની ઘટેલી અવરજવર અને સંક્રમિત લોકોનું પણ અહીં ન આવવું ગણી શકાય. મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ હવે આ આંકડો એટલોને એટલો જ રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

જિલ્લામાં ત્રણ સ્વાઇન ફ્લૂનાં દર્દીઓ
ભાવનગર માં છેલ્લા તાજેતર માં અઢી વર્ષ બાદ સ્વાઇન ફ્લૂ નાં ત્રણ કેસ નોંધાયા છે. કોરોના અને સ્વાઇન ફ્લૂ નાં લક્ષણો એકબીજાને મળતા આવતાં હોવાથી તે બંને ને અલગ પાડવા શક્ય બનતું નથી. ચોમાસાની ઋતુ માં આ વખતે વરસાદ પણ ખૂબ ઓછો પડ્યો છે. શરદી ઉધરસ નાં દર્દીઓ જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...