તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ખેડૂતોના સમર્થનમાં લાલ વાવટા દ્વારા દેખાવો યોજાયા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ દ્વારા દ્વારા ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય કક્ષાએ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં દેખાવો યોજવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય 10 જિલ્લાઓમાં આવા દેખાવો યોજાયા હતા. ત્રણ વિવાદાસ્પદ કૃષિ બિલ છે તેને પાછા ખેંચવા પ્રબળ માંગ કરવામાં આવી હતી. આજે ભાવનગરમાં કુંભારવાડા, માઢિયા રોડ, મિલની ચાલી, સુભાષનગર, ખેડુતવાસ, આઝાદ નગર સહિતના વિસ્તારો અને પાનવાડી ખાતે સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં દેખાવો યોજાયા હતા.

સમગ્ર ગુજરાતમાં પણ 10 જિલ્લાઓમાં કામના સ્થળોએ 72 જગ્યાએ દેખાવો યોજાયા હતા. જેમાં ત્રણ કૃષિ કાનૂન, ચાર શ્રમ કોડ,ઇલેક્ટ્રિસિટી બિલ પાછું ખેંચવા અને ખાનગીકરણ બંધ કરવા સહિતની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત આગામી બજેટ સુધીમાં તબક્કાવાર કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. અન્નદાતા ખેડૂતોના આંદોલનમાં સક્રિય સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો