શક્તિ પ્રદર્શન:વિધાનસભાની ચૂંટણી પહેલા કરણીસેનાનું શક્તિ પ્રદર્શન

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન યોજાશે
  • વડોદરા, મહેસાણા, ગાંધીનગર, જૂનાગઢ, સુરતમાં શક્તિ પ્રદર્શન

વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને પુરતુ પ્રતિનિધીત્વ આપવામાં આવે તેવી માંગ સાથે કરણી સેના શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી છે.ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી છે ત્યારે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી વિધાનસભાની સીટો પર ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના આગામી 25મી જૂનના રોજ શિહોરમાં શક્તિ પ્રદર્શન. કરવા જઇ રહી છે.

કરણીસેના શિહોરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી તથા બંધન પાર્ટીપ્લોટમાં મહાસંમેલન કરી શક્તિ પ્રદર્શન કરશે. એ સિવાય 19 જૂને બરોડામાં, 26 જૂન બનાસકાંઠા, 2 જુલાઈ મહેસાણા, 3 જુલાઈ ગાંધીનગર, 10 જુલાઈ જૂનાગઢ, 17 જુલાઈ સુરતમાં પણ કરણીસેના મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરશે.

કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે ભાવનગર ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માંગ છે કે, ગુજરાતની 182 વિધાનસભાની સીટોમાંથી ક્ષત્રિય સમાજના પ્રભુત્વ વાળી 25 થી 30 ટકા સીટો પર ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં આવે, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, કોઈ પણ રાજકીય પાર્ટી ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપશે તેને જીતાડવા માટે કરણીસેનાની જિલ્લાથી ગ્રામ્ય કક્ષા સુધી બનેલી ટીમ મહેનત કરશે, અને જો ટિકિટ નહીં મળે તો કરણીસેના આ સીટો પર અપક્ષ ઉમેદવારી કરી તેના ઉમેદવારોને જીતાડશે. તેમજ ક્ષત્રિય સમાજનું જ્યાં જ્યાં પ્રભુત્વ છે ત્યાં સરપંચ થી લઇને સંસદ સુધી ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે. આ સાથે જ ભાવનગર જિલ્લાની 2 સીટો પર પર ક્ષત્રિય સમાજને ટિકિટ અપાઈ તો તે સીટમાં જીતનો દાવો પર કરણીસેના એ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...