તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણ હટાવાયા:ભાવનગરના માર્કેટિંગ યાર્ડ પાસેથી 25 જેટલા દબાણો દૂર કરાયા

ભાવનગર2 મહિનો પહેલા

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ માર્કેટિંગ યાર્ડની સામે રોડ પર મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચિત્રા થી નારી આખલોલ જતા રોડ પર ખડકાયેલા દબાણો દૂર કરાયા હતા અને રસ્તો ખુલ્લો કરાયો હતો. અંદાજે 25 જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

સિક્સ લાઈન રોડ પર અડચણરૂપ દબાણો હટાવાયા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દેસાઈનગર થી નારી ચોકડી સુધી નવા બની રહેલા સિક્સ લાઈન રોડ પર અડચણરૂપ દબાણો નોટિસ આપ્યા છતાં હટાવવા માં નહીં આવતા મનપા દ્વારા તમામ અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત માર્કેટીંગ યાર્ડ નજીક મનપાની ટીમે લારી ગલ્લા, રેંકડી સહિતના અસ્થાયી દબાણો હટાવ્યા હતા. લારી ગલ્લા હટાવી રોડ ખુલ્લો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો