ગુજરાત પંચાયત ધારાની કલમ મુજબ કોઇપણ સભ્ય ગુનાખોરીમાં સંડોવાયેલ હોય તેવા સભ્યને સરકાર દ્વારા હોદ્દા પરથી દુર કરવામાં આવતા હોય છે જે મુજબ પાલિતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સામે પોલીસ કાર્યવાહી થયેલ હોવાથી તાકીદે હોદા પરથી દુર કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરીને પંચાયત ધારાની કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
પાલિતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે કાર્યરત ચેતનભાઇ ભીમજીભાઇ ડાભી (ડુંગરપુર)ને ચૂંટણી દરમિયાન ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પાલિતાણા પોલીસ દ્વારા પકડવામાં આવેલ અને જેની એફ.આર.આઇ પણ નોંધાયેલ છે.નિયમ મુજબ ગુનાખોરીમાં સંડોવાયેલ કરેલ હોય તે હોદા પર રહી ન શકે જેથી ઉપપ્રમુખ ચેતનભાઇ ડાભીને તાકીદે હોદા પરથી દુર કરવા પાલિતાણાના પ્રવીણભાઇ નકાભાઇ મારૂને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.