તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:વેરા સમાધાન યોજનાની મુદ્દત વધારવા ડીસ્ટ્રીકટ ચેમ્બરની માંગ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાકીય ભીડ અને ટેકનિકલ ખામીનાં લીધે જૂન સુધી ટેક્સ ન ભરી શકેલા વેપારીઓને મુદ્દત આપો

ગુજરાત માં કોરોના નાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આંશિક લોક ડાઉન માં છૂટછાટ આપતા રાજયના વેપારી અને ઉદ્યોગો પહેલાની જેમ કાર્યરત બન્યા છે. ત્યારે ઉદ્યોગો નાં હિતમાં વેરા સમાધાન યોજનાની મુદ્દત વધારવા માટે ભાવનગર ડીસટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જી.એસ.ટી. નાં અમલ માટે અગાઉના વેટ કાયદા, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, મોટર વ્હિક લ ટેક્સ વગેરે નાં કેસોના નિકાલ માટે સમાધાન યોજના જાહેર કરવામાં આવી હતી.

રાજ્યમાં લાંબા સમયથી કોરોના નાં કારણે વેપાર - ઉદ્યોગ મર્યાદિત ક્ષમતાથી કાર્યરત છે. જેથી નાણાકીય ભારણ પણ વધ્યું છે અને ઘણા વેપારીઓ ટેકનિકલ ક્ષતિ નાં કારણે ટેક્સ પણ ભરી શક્યા નથી. જાન્યુઆરી થી જૂન 2021 દરમિયાન હપ્તા ન ભરી શકનાર વેપારીઓ માટે આ મુદ્દત ડિસેમ્બર 2021 સુધી લંબાવવાની ચેમ્બર દ્વારા માંગ કરવામાં આવી છે. મુદ્દત વધારવાની સાથે નવા અસેસમેન્ટ ઓર્ડર ને પણ આ સ્કીમ માં આવરી લેવામાં આવે તો રાહત પણ થશે અને જૂની રિકવરી બેકલોગ તથા કોર્ટ લીટીગેશન પણ ઓછાં થશે.

અન્ય સમાચારો પણ છે...