તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:અલંગમાં જહાજો પરની કસ્ટમ ડયુટી હટાવવા રાજ્યસભામાં માંગ

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • જીએમબીના વહીવટથી વ્યવસાય કારો ત્રાસી ગયા હોવાનો આક્ષેપ

આયાત કરવામાં આવતા સ્ક્રેપ અને અલંગ શિપ બ્રેકિંગયાર્ડમાં આવતા જહાજો વચ્ચે આયાતી custom duty ક્ષેત્રે જોવા મળતા તફાવતને કારણે હજારો કામદારોને રોજીરોટી પૂરી પાડતો આ ઉદ્યોગ ભાંગી પડશે તેવી ભીતિ સરકાર સમક્ષ વ્યક્ત કરી અને રાજ્ય સભાના સાંસદે કસ્ટમ ડ્યુટી હટાવવાની માંગ કરી છે.

સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા શક્તિસિંહ ગોહિલે બજેટમાં આયાતી સ્ક્રેપ પરથી હટાવવામાં આવેલી કસ્ટમ ડ્યૂટી અંગે બોલતા જણાવ્યું હતું કે, ઈમ્પોર્ટ કસ્ટમ ડ્યુટી હટાવવા થી અને શિપ ટ્રેકિંગ માટે આવતા જહાજો પર અઢી ટકા કસ્ટમ્સ ડ્યૂટી રાખવાથી આ બંને વચ્ચે અસમાનતા જોવા મળે છે.

હજારો શ્રમિકો ને રોજીરોટી પૂરો પાડતો અલંગ શિપ ટ્રેકિંગ વ્યવસાય આવી અસમાનતાને કારણે મુશ્કેલી અનુભવી રહ્યો છે. તેથી અલંગમાં ભણવા માટે આવતા જહાજો પરની અઢી ટકા કસ્ટમ્સ ડ્યૂટી હટાવવાની તેઓએ રાજ્યસભામાં માંગ કરી હતી. ઉપરાંત ગુજરાત સરકાર સંલગ્ન ગુજરાત મેરીટાઈમ બોર્ડના કંગાળ વહીવટથી વ્યવસાયકારો ત્રાસી ગયા હોવાનો મીઠી ટકોર કરી અને સાંસદે જણાવ્યું હતું કે, બોર્ડ થી વધુ સારો વહીવટ સરકાર કરી શકે તેમ છે, તેથી શિપ ટ્રેકિંગ આ અંગે નો વહીવટ બોર્ડ પાસેથી સરકારે લઈ લેવો જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે બજેટ દરમિયાનઆયાતી સ્ક્રેપર ની અઢી ટકા કસ્ટમ્સ ડ્યૂટી હટાવી લેવામાં આવી હતી પરંતુ શિપ ટ્રેકિંગ માટેઆવતા જહાજો ઉપરની કસ્ટમ ડ્યૂટી યથાવત રાખવામાં આવી હતી જેથી અસમાનતા ઊભી થઈ હતી અને વ્યવસાયને નુકસાન જાય તેવી ભીતિ ઓ સેવવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો