તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કોરોના કાળમાં હોટલ-રેસ્ટોરન્ટસને મિલ્કત વેરામાં રાહત આપવા માંગ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એકને ફાયદો અને બીજાને નુકશાનની નીતિ છોડવા અનુરોધ
 • મિલ્કત વેરા વધારા બાબતે શાળા-કોલેજોને દરમાં સ્ટેન્ડિંગ કમિટિએ ઘટાડો કર્યા બાદ હોટલ-રેસ્ટોરન્ટ એસો.ની રજુઆત

ભાવનગર શહેરમાં મિલ્કત વેરા બાબતમાં શાળા-કોલેજોમાં વધારા બાબતમાં દરમાં ઘટાડો કરવા સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોએ બહાલી આપી છે અને ચાલુ માસની જનરલ બોર્ડની બેઠકમાં મંજૂરી માટે મોકલી છે. ત્યારે ભાવનગરના હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા પણ વેરામાં જે વધારો કરાયો છે તેમાં ઘટાડો કરવા રજૂઆત કરાઇ છે. ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટસ એસો.ના પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયાએ આ બાબતે લેખિત અને કમિશનર, મેયર, વિરોધ પક્ષના નેતા તેમજ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનને રૂબરૂમાં મળી રજૂઆત કરી છે કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે હોટલ અને રેસ્ટોરન્ટસવાળાને ખુબ મોટી ખોટ આવી છે. આથી હોટલ અને રેસ્ટોરન્ટવાળાઓને શાળા-કોલેજોની માફક મિલ્કત વેરામાં કરાયેલા વધારામાં ઘટાડાનો લાભ મળવો જોઇએ. કોર્પોરેશને વહાલા-દવલાની નીતિ છોડીને એટલે કે એકને ફાયદો અને બીજા કોઇને ફાયદો ન આપવો તેવી નીતિ છોડડવા રજૂઆત કરવામાં આવી હતી. આ અવસરે એસો.ના તુષારભાઇ જયસ્વાલ, દેવદત્તભાઇ તથા અન્ય સભ્યો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો