રજૂઆત:તળાજા તાલુકાના મીઠીવિરડી ગામની ચરાણની જગ્યામાં થતી ખનીજ ચોરી અટકાવવા માગ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખનીજચોરો દ્વારા બેફામ રીતે જમીન ખોદી કિંમતી ખનીજો કાઢી પર્યાવરણને પારાવાર નુકશાન પહોંચાડી રહ્યાં છે

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મીઠીવિરડી ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા ખાણ-ખનીજ વિભાગનાં અધિકારીને આવેદનપત્ર પાઠવી મીઠીવિરડી ગામે ગેરકાયદે ચાલતા ખનીજ ચોરીના ચારણા બંધ કરાવવા માંગ કરી છે.

ભાવનગર જિલ્લાના મોટાભાગના તાલુકામાં આવેલ નાનાં મોટાં ગામડાઓમાં વત્તાઓછા પ્રમાણમાં સરકારી ખરાબાની પડતર જમીનો તથા ગૌચરાણની જમીનોમાં બેરોકટોક ખોદકામ કરી કિંમતી ખનીજોનું બારોબાર વેચાણ કરી સરકારી તિજોરીને આર્થિક નુકશાન તથા પર્યાવરણ ને અકલ્પનિય હાનિ ખનીજચોરો પહોંચાડી રહ્યાં છતા સરકાર-તંત્ર આ મુદ્દે મૌન સેવી રહ્યાં છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મીઠીવિરડી ગામે છેલ્લા ઘણા વર્ષોથી ખનીજચોરો સરકારી ચરાણ-ખરાબાની પડતર જમીનોને પોતાની જાગીર ગણી રાત-દિવસ ખોદકામ કરી જમીન માથી માટી મોરમ ભૂતડો પથ્થર સહિતની ખનીજો કાઢી બારોબાર વેચાણ કરી સરકારી તિજોરીને આર્થિક નુકશાન સાથે પ્રાકૃતિક પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યાં છે. આ ગામે સતત ખનનને પગલે વૃક્ષો કપાયા છે ભૂગર્ભ જળસ્તર ઊંડા સાથે ક્ષારયુક્ત બન્યાં છે, કુવા બોર બુરાઈ રહ્યાં છે એ સહિત અનેક પ્રકારે હાનિ પર્યાવરણ ને પહોંચી રહી છે. મીઠીવિરડી ગ્રામ પંચાયત દ્વારા ગામની સીમમાં ચાલતા ગેરકાયદે ખનન કાર્યો બંધ કરાવી ખનીજચોરો ને નમૂનેદાર સજા કરવાની માંગ સાથે ભાવનગર જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારીઓ ને આવેદનપત્ર આપ્યું છે અને તત્કાળ પગલાં લેવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...